અખિલેશ સામે ભાજપે કેન્દ્રીય મંત્રી બધેલને મેદાનમાં ઊતાર્યા
મૈનપુરી, સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે આજે મૈનપુરીની કરહલ વિધાનસભા બેઠક પરથી નામાંકન કર્યુ પરંતુ આ વચ્ચે ભાજપે મોટો દાવ રમ્યો છે. કેન્દ્રીય કાનૂન રાજ્ય મંત્રી એસપી સિંહ બઘેલે પણ કરહલ બેઠક પરથી નામાંકન દાખલ કર્યુ છે. તેઓ કરહલથી ભાજપના ઉમેદવાર રહેશે અને અખિલેશ યાદવને પડકાર આપશે. એસપી સિંહ બઘેલ આગ્રાના સાંસદ પણ છે.
કરહલથી કેન્દ્રીય મંત્રી એસપી સિંહ બઘેલને ઉમેદવાર બનાવ્યા બાદ યુપીના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યએ ટ્વીટ કરી, કરહલથી જીતશે બીજેપી, જીતશે પ્રો એસપી સિંહ બઘેલ, ૨૦૨૨માં કરહલથી ચૂંટણી હારશે યાદવ અખિલેશ, જીતશે ભાજપ, ખિલશે કમલ, રહેશે સુશાસન, થતો રહેશે.
વિકાસ’ સૈફઈથી કરહલની વચ્ચે લગભગ ૩૦ કિમીના અંતરે અખિલેશ યાદવનુ દરેક સ્થળે ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યુ. રથ પર સવાર સપા અધ્યક્ષ હાથ હલાવીને જનતાનુ અભિવાદન કરતા રહ્યા. લગભગ એક વાગે અખિલેશ યાદવ મૈનપુરી ક્લેક્ટ્રેટ પહોંચ્યા અને પોતાનુ નામાંકન દાખલ કર્યુ.SSS