અખિલ ભારતિય કોંગ્રેસના માઈનોરિટી ડિપાર્ટમેન્ટમા વાઇસ ચેરમેન તરીકે બદરુદ્દીન શેખની નિમણુંક
અમદાવાદ, બદરુદ્દીન શેખની અખિલ ભારતિય કોંગ્રેસના માઈનોરિટી ડિપાર્ટમેન્ટમા વાઇસ ચેરમેન તરીકે નિમણુંક કરવામાં આવી છે. ગુજરાત કૉંગ્રેસ ના વરિષ્ટ આગેવાન અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા બદરુદ્દીન શેખને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધીની સૂચનાથી તેમજ એહમદભાઈ પટેલની ભલામણથી સંગઠન મહાસચિવ કે.સી વેણુગોપાલે અખિલ ભારતિય કોંગ્રેસના માઈનોરિટી ડિપાર્ટમેન્ટમાં વાઇસ ચેરમેન તરીકે નિમણુંક કરેલ છે અગાઉ બદરુદ્દીન શેખ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના માઈનોરિટી ડિપાર્ટમેન્ટના પ્રદેશ પ્રમુખ તરીકે ૨૦૧૮ની રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી તેમજ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં પ્રભારી તરીકે સફળતાપૂર્વક કામગીરી બજાવેલ છે ૨૦૦૪ માં મનમોહનસિંહ ની અધ્યક્ષતામા માઈનોરિટી સલાહકાર સમિતિના સભ્ય તરીકે અને અજમેર દરગાહ કમિટીમાં ઉપાધ્યક્ષ તરીકે સુંદર કામગીરી બજાવેલ મ્યુનિસિપલ કોર્પોરેશન મા વિરોધપક્ષના નેતા તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જેવા મહત્વપૂર્ણ હોદ્દાઓ ઉપર રહી કૉંગ્રેસ પક્ષને મજબૂતી પ્રદાન કરી છે. આ નિમણુંક બદલ ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ ના માઈનોરિટી ડિપાર્ટમેન્ટના ચેરમેન શ્રી નદીમ જાવેદનો શ્રી બદરુદ્દીન શેખે આભાર વ્યક્ત કર્યો છે