અખ્તર હરભજન સાથે લડવા માટે હોટલ સુધી પહોંચ્યો હતો

નવી દિલ્હી, ભારતીય ઓફ સ્પીનર હરભજન સિંહ અને પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તર વચ્ચે ક્રિકેટના મેદાન પર અનેકવાર ભીડંત જાેવા મળી હતી પરંતુ એક વિવાદ એવો થયો હતો કે જેના કારણે શોએબ અખ્તર ભજ્જી સાથે લડવા માટે તેની હોટલના રૂમ સુધી પહોંચી ગયો હતો.
શોએબ અખ્તરે ‘હેલો એપ’ સાથે વાતચીતમાં આ ખુલાસો કર્યો હતો. શોએબ અખ્તરે કહ્યું હતું કે હું હરભજન સિંહ સાથે લડવા માટે તેના રૂમ સુધી પહોંચી ગયો હતો. તે અમારી સાથે ખાય છે, લાહોરમાં અમારી સાથે ઘૂમે છે, તે એક પંજાબી ભાઈ છે અને આમ છતાં તે અમારી સાથે દુર્વ્યવહાર કરે? મને લાગ્યું કે હું જઈશ અને તેની સાથે હોટલના રૂમમાં લડીશ’.
શોએબ અખ્તરે કહ્યું કે ‘હરભજન સિંહ જાણતો હતો કે શોએબ આવી રહ્યો છે, પરંતુ હું તેને શોધી શક્યો નહી. હું બીજા દિવસે શાંત થઈ ગયો અને તેણે માફી પણ માંગી લીધી.’ આ મામલો એશિયા કપ ૨૦૧૦માં ભારત-પાકિસ્તાન મેચ સમયનો હતો. જ્યારે હરભજન સિંહ અને શોએબ અખ્તર એકબીજા સાથે ઝઘડી પડ્યા હતા. શોએબ અખ્તર ત્યારબાદ ભજ્જી સાથે લડવા માટે તેના રૂમ સુધી પહોંચી ગયો હતો. પરંતુ રૂમમાં તે મળ્યો નહીં.
હવે મામલો કઈક એવો હતો કે ૨૦૧૦ એશિયા કપમાં ભારતે પાકિસ્તાન સામેની મેચમાં છેલ્લા ૭ બોલમાં જીતવા માટે ૭ રન કરવાના હતા. આવામાં શોએબ અખ્તરે હરભજન સિંહને પરેશાન કરનારો બોલ નાખ્યો અને જેવો તેને ઉક્સાવ્યો કે આ બંને વચ્ચે મેદાન પર જ શાબ્દિક ટપાટપી ચાલુ થઈ ગઈ.
હરભઝન સિંહે ત્યારબાદ મોહમ્મદ આમિરના બોલ પર છગ્ગો મારીને ભારતને જીત અપાવી હતી. જીત અપાવ્યા બાદ હરભજન સિંહે શોએબ અખ્તરને પણ પોતાનું આક્રમક રૂપ દેખાડ્યું હતું. શોએબ અખ્તરે કહ્યું કે તે હરભજનથી નારાજ હતો અને તેની સાથે ઝઘડો કરવા માટે હોટલના રૂમ સુધી ગયો હતો.SSS