અગસ્તા વેસ્ટલૈંડ કેસ: સીબીઆઇની ચાર્જશીટમાં એક પણ નેતાનું નામ સામેલ નથી
નવીદિલ્હી, સીબીઆઇએ અગસ્તા વેસ્ટલૈંડ વીવીઆઇપી હેલીકોપ્ટર કૌભાંડમાં સપ્લીમેંટરી ચાર્જશીટ દાખલ કરી છે સીબીઆઇ તરફથી આ ચાર્જશીટમાં મુખ્ય વચેટીયા ક્રિસ્ચિયન મિશેલ જેમ્સ,રાજીવ સકસેના અને ૧૩ અન્ય લોકોના નામ સામેલ છે જેમાં સરકારી અધિકારીઓના નામ પણ છે. એ યાદ રહે કે આ ચાર્જશીટમાં એક પણ નેતાનું નામ સામેલ કરવામાં આવ્યું નથી. આ ઉપરાંત પૂર્વ રક્ષા સચિવ, કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ શશિકાંત શર્મા,પૂર્વ એયર વાઇસ માર્શલ જસબીરસિંહ પનેસરનું નામ પણ આ ચાર્જશીટમાં નથી હકીકતમાં સીબીઆઇએ ગત માર્ચમાં જ ઉપરોકત અધિકારીઓની વિરૂધ્ધ કેસ ચલાવવાની સરકારથી મંજુરી માંગી હતી પરંતુ સરકારે હજુ સુધી તેની મંજુરી આપી નથી.
ક્રિશ્ચિયન મિશેલને ડિસેમ્બર ૨૦૧૮માં યુએઇથી પ્રત્યર્પિત કરવામાં આવ્યો હતો અને એવી ચર્ચાઓ હતી કે તે અનેક નેતાઓના નામનો ખુલાસો કરી શકે છે જેમને કદાચ ડીલ માટે વળતર કરવામાં આવ્યું હશે જાે કે સુત્રોના જણાવ્યા અનુસાર જે ૧૫ આરોપીઓના નામ ચાર્જશીટમાં છે તેમાંથી એક પણ નેતાનું નામ સામેલ નથી. મિશેલની વિરૂધ્ધ ઇડીએ ગત વર્ષ એપ્રિલમાં પણ એક ચાર્જશીટ દાખલ કરી હતી ઇડી આ મામલે મની લોન્ડ્રીંગના એંગલથી તપાસ કરી રહી છે ઇડીની ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે મિશેલને સ્વિટઝરલેડથી મળેલ એક હાથથી લખેલ બજેટ શીટમાં એપીનો અર્થ અહમદ પટેલ બતાવ્યો છે.આ સાથે જ ચાર્જશીટ અનુસાર મિશેલે ઇટાલિયન લેડીના પુત્ર અને ભારતના આગામી વડાપ્રધાનનો પણ ઉલ્લેખ ફિનમેકેનિકાને લખેલ પત્રમાં કર્યું છે ફિનમેકેનિકા જ અગસ્તા વેસ્ટલૈંડની મૂળ કંપની છે.ચાર્જશીટ અનુસાર ડીલમાં અગસ્તા વેસ્ટલૈંડને લાભ પહોંચાડવા માટે ટેકનીકી જરૂરિયાતોને બદલવામાં આવી હતી. મિશેલ ઉપરાંત બે અન્ય દલાલોના નામ પણ સામેલ છે. જેમાં કાર્લો ગેરોસા અને ગુઇડો છે.HS