અગાઉનુું મનદુઃખ રાખી શંખેશ્વરમાં યુવાનની હત્યા થયાનો ઘટસ્ફોટ

પ્રતિકાત્મક
ફરીયાદમાં યુવક સાક્ષી થતાં હત્યા કરવામાં આવી હતી -ભરબજારમાં યુવક પર હુમલો કરી કરપીણ હત્યા કરવામાં આવી હતી
પાટણ, પાટણ જીલ્લાના જૈન તીર્થ શંખેશ્વર મુકામે ભરબજારમાં યુવક ઉપર અજાણ્યા શખ્સોએ છરી વડે જીવલેણ હુમલો કરી ઉપરાછાપરી ઘા મારીને ઘટનાસ્થળેે જ ઢીમ ઢાળી દીધુ હતુ. પોલીસ તપાસમાં આ હતયા અગાઉ થયેલી એક ફરીયાદમાં આ યુવક સાક્ષી થયો હતો જેેનુૃ મનદુઃખ રાખીનેે યુવકની હત્યા કરાઈ હતી.
લીલોડાના વતની અને શંખેશ્વર ખાતે સરકારી દવાખાનની બાજુમાં આવેલા વાડી વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા સમરથદાન મોજદાન ગઢવી બાઈક ઉપર ઘરે જવા માટે સામુહિક આરોગ્ય કેન્દ્ર પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પાછળથી ધસી આવેલા બાઈક ચાલકે ટક્કર મારી નીચેે પટકી દઈ પેટ અને માથાના ભાગમાં છરીના ઘા મારી જીવલેણ હુમલો કર્યો હતો. જેને લીધે સમર્થનદાન ગઢવી લોહીલુહાણ હાલતમાં સ્થળ પર જ ઢળી પડ્યા હતા.
ઘટનાને પગલેે આજુબાજુના લોકો આવ્યા હતા. ઘટનાની જાણ શંખેશ્વર પોલીસ સ્ટેશનના પીએસઆઈ સહદેવસિંહ સોલંકીને થતાં સ્ટાફ સાથે તેઓ ઘટનાસ્થળે આવ્યા હતા. અને પંચનામું કરીને મૃતકની લાશને પોસ્ટ મોર્ટમ માટે સામુહિક આરોગ્ય કેન્દ્રમાં મોકલી આપી હતી. ઘટનાની જાણ કરાતા રાધનપુર ડીવાયએસપી વાઘેલા શંખેશ્વર આવ્યા હતા.
શંખેેશ્વર તાલુકાના લીલાડા ગામે રહેતા સમરથદાન ગઢવી મોજુદાન હરીદાન (ઉ.વ.૩૯) તેઓને ર૦ર૦માં તેમના ગામના મહેન્દ્રપુરી કલ્યાણપુરી ગોસ્વામી સાથે ઉછીના પૈસાની લેતી-દેતી બાબતે ઝઘડો થયો હતો. એ વખતે કેસમાં મહેન્દ્રગીરીનો મિત્ર પ્રજાપતિ અનિલ ઉમેદભાઈ (રહે.શંખેશ્વર) સાક્ષી હતો એના સમરથદાન વચ્ચે બોલાચાલી થઈ હતી. એનું મનદુઃખ રખી શંખેશ્વર ખાતે આડધેડ ઘા ઝીંક્યા હતા.
એ વખતે મૃતકની પત્ની બુમાબુમ કરતા દિનેશદાન ગઢવી આવ્યા હતા તેઓેએ કહેલુ કે મારા ભાઈને કેમ મારે છે? તેમ કહેતા શખ્સ અનિલ ત્યાંથી નાસી છૂટ્યો હતો. આ અંગે મૃતકના મામાના દિકરા દિનેશભાઈ કરશનદાસ ગઢવીએ શંખેશ્વર પોલીસ મથકે પ્રજાપતિ અનિલ ઉમેદભાઈ સામે ફરીયાદ નોંધાવી હતી.
આ અંગે પીએસઆઈ એસ.બી .સોલંકીએ જણાવ્યુ હતુ કે હત્યા ગુનાને લઈને આરોપી શોધખોળ હાથ ધરી હતી અને તેનેે ઝડપી લઈ તપાસ હાથ ધરી છે.