Western Times News

Gujarati News

અગિયાર વર્ષીય છોકરાનું મ્યુકરમાઈકોસિસથી મોત થયું

બેંગલુરુ: ભારે હાહાકાર મચાવ્યા બાદ કોરોનાની બીજી લહેર શાંત પડી રહી છે, તેવામાં લોકોએ હવે તેનો ડર છોડી ફરી બેફિકર થઈને ફરવાનું શરુ કરી દીધું છે. જાેકે, બીજી લહેર પીક પર હતી ત્યારે કોરોનામાંથી સાજા થયેલા અનેક લોકોને ખૂબ જ ગંભીર એવું મ્યુકરમાઈકોસિસ ફંગલ ઈન્ફેક્શન લાગ્યું હતું. જેના કારણે અનેક લોકોને જીવ ગુમાવવા પડ્યા હતા, અને ઘણા દર્દીઓના જડબાં, આંખ કે દાંત કાઢી નાખવા પડ્યા હતા. તેવામાં હવે દેશમાં મ્યુકરમાઈકોસિસથી સૌથી નાની વયના એક દર્દીનું મોત થયું હોવાનું સામે આવ્યું છે.

કર્ણાટકના ચિત્રદુર્ગ જિલ્લાના ચાલ્લાકેરેમાં રહેતા માત્ર ૧૧ વર્ષના છોકરાએ બેંગલુરુમાં મ્યુકરમાઈકોસિસની સારવાર દરમિયાન દમ તોડ્યો છે. મૃતક કર્ણાટકનો અને સંભવતઃ આખા દેશનો ફંગલ ઈન્ફેક્શનને કારણે મોતને ભેટનારો સૌથી નાની વયનો દર્દી ગણાવાઈ રહ્યો છે. તેને આંખમાં ફંગલ ઈન્ફેક્શન થયું હતું, જેના કારણે તેની દ્રષ્ટિ ઝાંખી પડી જતાં મે મહિનાના અંતમાં તેને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જાેકે, તેની સ્થિતિ વધુ ગંભીર બનતા આખરે તેને ૨૫ મેના રોજ ઈન્દિરા ગાંધી ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાઈલ્ડ હેલ્થ અને ત્યાંથી લેડી કુર્ઝોન હોસ્પિટલમાં લઈ જવાયો હતો. બાળ દર્દીની સારવાર કરનારા ડૉ. સી.એન. રેડ્ડીના જણાવ્યા અનુસાર, તેને કોવિડ પણ થયો હતો. તેના શરીરમાં શુગરનું પ્રમાણ ખૂબ જ વધી ગયું હતું અને સોમવારે તેના અંગોએ કામ કરવાનું બંધ કરી દેતા તેની સ્થિતિ ખૂબ જ ગંભીર બની ગઈ હતી. ડૉક્ટર્સનું માનીએ તો નાની વયના બાળકોમાં ડાયાબિટિસ સમયસર ડિટેક્ટ ના થાય ત્યારે આવી સ્થિતિ સર્જાઈ શકે છે. આવા બાળકો માટે મ્યુકરમાઈકોસિસ પ્રાણઘાતક નીવડી શકે છે.

છોકરાને કોરોના થયો હતો કે નહીં તેની કોઈ સ્પષ્ટતા નહોતી થઈ શકી, પરંતુ જ્યારે તેને એડમિટ કરાયો ત્યારે લેવાયેલા બ્લડ સેમ્પલમાં કોવિડ એન્ટિબોડી જાેવા મળ્યા હતા. જેનાથી ડૉક્ટરો એવો અંદાજ લગાવી રહ્યા છે કે મૃતક કોરોનાના સંસર્ગમાં આવી ચૂક્યો હતો. તેની ડાબી આંખમાં ફંગસ ખરાબ રીતે ફેલાઈ ચૂકી હતી અને તેના કારણે તેને દેખાતું પણ બંધ થઈ ગયું હતું. આંખમાં લાગેલી ફંગસ છોકરાના મગજ સુધી પણ પહોંચી ગઈ હતી, જેને જૂન મહિનામાં જ ઓપરેશન કરીને દૂર કરવામાં આવી હતી. છેલ્લા બે દિવસથી તે નોન-ઈન્વેન્સિવ વેન્ટિલેટર સપોર્ટ પર હતો અને બુધવારે બપોરે તેને અચાનક જ હ્રદય રોગનો હુમલો આવતા તેણે અંતિમ શ્વાસ લીધા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.