અગ્નિકાંડના આરોપી મનસુખ સાગઠિયાની કરતૂતનો પર્દાફાશ
(એજન્સી)રાજકોટ, રાજકોટ ગેમઝોન અગ્નિકાંડમાં દિવસે દિવસે મોટા ખુલાસા થયા છે. રાજકોટ અગ્નિકાંડના આરોપી મનસુખ સાગઠિયાની વધુ એક કરતૂતનો પર્દાફાશ થયો છે. મનસુખ સાગઠિયાએ રાજકોટ અગ્નિકાંડની તપાસથી બચવા અનેક પેંતરાબાજી કરી હોવાનું સામે આવી રહ્યું છે.
મનસુખ સાગઠિયાએ સીટને ગેરમાર્ગે દોરવા માટે અનેક પેંતરાબાજી અપનાવી હોવાનું તપાસમાં સામે આવ્યુ છે. મનસુખ સાગઠિયાએ ટીપીઓ શાખાની બનાવટી મિનિટ્સ નોટ બનાવી હતી. સ્ટાફને ધમકાવી સાગઠિયાએ મિનિટ્સ નોટમાં સહી કરાવી હતી.
સાગઠિયાએ અગ્નિકાંડ બાદ ૨૭મીએ સાંજે સ્ટાફની તાબડતોબ મિટિંગ બોલાવી હતી. અગાઉથી તૈયાર કરાવેલ બોગસ મિનિટ્સ નોટ પર સ્ટાફને ધમકાવી સહી કરાવી હતી.અગ્નિકાંડના ગુનાથી બચવા મનસુખ સાગઠિયાએ ષડયંત્ર રચ્યું હોવાનુ સામે આવ્યુ છે.