Western Times News

Gujarati News

અગ્રણી બ્રોકરેજ ગૃહોએ લાંબા ગાળા માટે વેદાંત ફેશન્સ IPO ભરવાની સલાહ

વેદાંત ફેશન્સના આઇપીઓ વિશે જાણવા જેવી મુખ્ય બાબતો

વેદાંત ફેશન્સ લિમિટેડનો આઇપીઓ આવી રહ્યો છે, જેના વિશે અહીં કેટલીક જાણકારી આપવામાં આવી છે. કંપનીનો આઇપીઓ 4 ફેબ્રુઆરી, 2022ને શુક્રવારે ખુલશે અને 8 ફેબ્રુઆરી, 2022ને મંગળવારે બંધ થશે. પ્રાઇસ બેન્ડ ઇક્વિટી શેરદીઠ રૂ. 824થી રૂ. 866 રાખી છે.

ક્રિસિલના રિપોર્ટ મુજબ, વેદાંત ફેશન્સ લિમિટેડ (વીએફએલ) નાણાકીય વર્ષ 2020માં આવક, OPBDIT અને કરવેરાની ચુકવણી પછીના નફાની દ્રષ્ટિએ મેન્સ ઇન્ડિયન વેડિંગ અને સેલિબ્રેશન વેર સેગમેન્ટમાં ભારતમાં સૌથી મોટી કંપની છે.

કેટલાંક અગ્રણી બ્રોકરેજ ગૃહોએ તેમની આઇપીઓ નોંધમાં લાંબા ગાળા માટે વેદાંત ફેશન્સના આઇપીઓ માટે અરજી કરવાની ભલામણ કરી છે. જ્યારે એમ્કે ગ્લોબલએ APPLY (અરજી કરવાની) ભલામણ કરી છે, ત્યારે કેનેરા બેંક સીક્યોરિટીઝએ લાંબા ગાળા માટે સબસ્ક્રાઇબ કરવાની ભલામણ કરી છે, જે માટે કાર્યકારી માર્જિન અને સેલિબ્રેશન વેર માટે બ્રાન્ડના ઊંચા રિકોલ સાથે મજબૂત બેલેન્સ શીટનો વિચાર કર્યો છે.

AUMકેપિટલએ પણ ભલામણ કરી છે કે, લાંબા ગાળા માટે રોકાણ કરવા ઇચ્છતાં રોકાણકારો આ ઇશ્યૂને સબસ્ક્રાઇબ કરી શકે છે, જે માટે અનેક સકારાત્મક પરિબળો જવાબદાર છે, જેમ કે વીએફએલ 546 EBOs ધરાવતી હોવા છતાં ઝીરો ઋણ ધરાવતી એસેટ-લાઇટ કંપની છે.

રેલિગેર બ્રોકિંગએ એની આઇપીઓ નોંધમાં ઉલ્લેખ કર્યો છે કે, જ્યારે વેલ્યુએશન વધારે લાગે છે, ત્યારે વેદાંત ફેશન્સની લાંબા ગાળાની વૃદ્ધિ આશાસ્પદ છે. ચોઇસ સીક્યોરિટીઝએ “સબસ્ક્રાઇબ (સાવચેતી સાથે)” કરવાની અને કેઆરચોકસી રિસર્ચએ લાંબા ગાળાના લાભ માટે સબસ્ક્રાઇબ કરવાની ભલામણ કરી છે.

બ્રાન્ડનો વિવિધતાસભર પોર્ટફોલિયો

વીએફએલની ફ્લેગશિપ બ્રાન્ડ માન્યવર બ્રાન્ડેડ ભારતીય વેડિંગ અને સેલિબ્રેશન વેર બજારમાં કેટેગરી લીડર છે, જે સમગ્ર ભારતમાં હાજરી ધરાવે છે તથા પ્રોડક્ટના સંપૂર્ણ પોર્ટફોલિયોમાં મિડ-પ્રીમિયમ પ્રાઇસ રેન્જ ધરાવે છે. પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં કુર્તા, ઇન્ડો-વેસ્ટર્ન, શેરવાની, જેકેટ અને એક્સેસરીઝ સામેલ છે.

વર્ષ 2019માં પ્રીમિયમ બ્રાન્ડ ત્વમેવ અને વર્ષ 2018માં મંથન પ્રસ્તુત થઈ હ તી, જે મેન્સ ઇન્ડિયન વેડિંગ અને સેલિબ્રેશન વેર બજારમાં વેલ્યુ બ્રાન્ડ છે. વર્ષ 2015માં વિમેન્સ એથનિક અને સેલિબ્રિશન વેર બજારમાં માગ પૂર્ણ કરવા મોહેય પ્રોડક્ટ મિક્સ રજૂ થઈ હતી, જેમાં લેહેંગા અને સાડીની રેન્જ સામેલ છે. મેબાઝ દક્ષિણ ભારતીય કેન્દ્રિત સેલિબ્રેશન અને વેડિંગ એથનિક વેર બ્રાન્ડ છે, જેને નાણાકીય વર્ષ 2018માં વીએફએલએ એક્વાયર કરી હતી. મેબાઝ સંપૂર્ણ પરિવારની એથનિક સેલિબ્રેશન જરૂરિયાતો માટે ‘વન-સ્ટોપ-શોપ’ પ્રદાન કરે છે.

મલ્ટિ-ચેનલ કામગીરી

વીએફએલ સમગ્ર ભારતમાં મલ્ટિ-ચેનલ રિટેલ વિતરણ નેટવર્ક ધરાવે છે તથા ફ્રેન્ચાઇઝ-માલિકીના એક્સક્લૂઝિવ બ્રાન્ડ આઉટલેટ (ઇબીઓ), મલ્ટિ-બ્રાન્ડ આઉટલેટ (એમબીઓ), લાર્જ ફોર્મેટ સ્ટોર્સ (એલએફએસ) તેમજ વેબસાઇટ (www.manyavar.com) અને મોબાઇલ એપ્લિકેશન ઓનલાઇન પ્લેટફોર્મ સહિત ઓનલાઇન પ્લેટફોર્મ દ્વારા ઉત્પાદનોનું વેચાણ કરે છે.

કંપની ઇબીઓ અને ઓનલાઇન પ્લેટફોર્મ મારફતે વિદેશી બજારોમાં પણ ઉત્પાદનોનું વેચાણ કરે છે. વીએફએલએ વર્ષ 2008માં ઓડિશાના ભુવનેશ્વરમાં તેનો પ્રથમ ઇબીઓ ખોલ્યો હતો અને 30 સપ્ટેમ્બર, 2021 સુધી ભારતમાં 212 શહેરો અને નગરોમાં 535 ઇબીઓ (58 શોપ-ઇન-શોપ સહિત)ને આવરી લેતી 1.2 મિલિયન ચોરસ ફૂટની રિટેલ ફૂટપ્રિન્ટ ધરાવતી હતી તથા અમેરિકા, કેનેડા અને યુએઇમાં 8 શહેરોમાં 11 ઇબીઓ ધરાવતી હતી. આ દેશોમાં ભારતીયો મોટી સંખ્યામાં રહે છે.

વિશિષ્ટ એસેટ-લાઇટ બિઝનેસ મોડલ

પ્લાન્ટ, પ્રોપર્ટી અને ઇક્વિપમેન્ટના સંબંધમાં વીએફએલ એસેટ-લાઇટ છે, જે તેને રોકાણ થયેલી મૂડી પર ઊંચા વળતરને હાંસલ કરવા સક્ષમ બનાવે છે, જે માટે મુખ્યત્વે સોર્સિંગ અને ઉત્પાદનની કામગીરી જવાબદાર છે, જેમાં નોંધપાત્ર વેચાણ ફ્રેન્ચાઇઝ-માલિકીના ઇબીઓ દ્વારા મળે છે. નાણાકીય વર્ષ 2020-21માં એના ગ્રાહકોનું 90 ટકાથી વધારે વેચાણ ઇબીઓ દ્વારા જનરેટ થયું હતું.

પરિણામે વીએફએલને ઉત્પાદન સુવિધા કે વિતરણ વ્યવસ્થાને વિકસાવવામાં રોકાણ કરવાની જરૂર નથી તથા મોટા પાયે ઉત્પાદનનો ઉપયોગ કરવાથી ઉત્પાદન અને ખરીદીનો ખર્ચ, વિતરણનો ખર્ચ અને કર્મચારીનો ખર્ચ જેવા કેટલાંક ખર્ચ અસરકારક રાખી શકે છે, જેથી નફાકારકતામાં વધારો થાય છે.

પડકારો છતાં સારી કામગીરી
વેદાંત ફેશન્સે નાણાકીય વર્ષ 2017થી 2020માં સાતત્યપૂર્ણ વૃદ્ધિ અને રિટર્નના રેશિયો પીએટી સીએજીઆરના 31 ટકા હતો તથા નાણાકીય વર્ષ 2021-22ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં EBITDA માર્જિન 48.9 ટકા અને નાણાકીય વર્ષ 2021-22ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં પીએટી માર્જિન 27.3 ટકા હતું.

નાણાકીય વર્ષ 2019-20માં પણ છેલ્લાં 10 દિવસ સંપૂર્ણ લોકડાઉનને કારણે વેચાણ અને નફાકારકતાને ફટકો પડ્યો હોવા છતાં વેદાંત ફેશન્સનો પીએટી રૂ. 237 કરોડ હતો. નાણાકીય વર્ષ 2020-21માં કોવિડ-19 મહામારીને કારણે નાણાકીય વર્ષ 2020-21ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં અસર થવાથી વીએફએલની કામગીરીમાંથી આવકને અસર થઈ હતી.

આ સ્થિતિમાં નાણાકીય વર્ષ 2020-21માં પણ કંપનીનો પીએટી રૂ. 133 કરોડ હતો. એટલે પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં કોવિડ-19 સાથે સંબંધિત લોકડાઉનને ધ્યાનમાં રાખીને નાણાકીય વર્ષ 2020-21 મૂલ્યાંકન માટે ઉચિત વર્ષ નથી.

ભારતના વિવિધ વિસ્તારોમાં લોકડાઉન લાગુ હોવાને કારણે નાણાકીય વર્ષ 2021-22ના પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન સ્ટોર્સ કામચલાઉ ધોરણે સંપૂર્ણપણે બંધ હોવા છતાં સપ્ટેમ્બર, 2021 સુધી એલટીએમ (છેલ્લાં 12 મહિના – ઓક્ટોબર, 2020થી સપ્ટેમ્બર, 2021) સુધી પીએટી (કરવેરાની ચુકવણી પછીનો નફો) રૂ. 249 કરોડ હતો. નાણાકીય વર્ષ 2019, 2020 અને 2021 માટે તથા 30 સપ્ટેમ્બર, 2021ના અંતે પૂર્ણ થયેલા છ મહિના માટે વેદાંત ફેશન્સનો ROCE અનુક્રમે 48.24 ટકા, 47.80 ટકા અને 34.07 ટકા તથા 22.16 ટકા હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.