અગ્રવાલ કોલને ચુનો લગાડનાર પાવરટેક ઈન્ડસ્ટ્રીઝ છે જ નહીં
(એેજન્સી) અમદાવાદ, દેશની સૌથી મોટી કોલસો આયાત કરતી કંપનીઓ પૈકીની એક એવી અગ્રવાલ કોલ કોર્પોરેશનને અમદાવાદના બે વેપારીઓએ સવા કરોડનો ચુનો લગાડ્યો છે.
અમદાવાદ આનંદ પટેલ અને અજય મોદીએ પાવર ટેક ઈન્ડસ્ટ્રીઝ ના નામેે ર૦૦૦ ટન કોલસોે લીધા બાદ પૈસા આપતા નહોતા. પૈસાની ઉઘરાણી કરવા માટે મેનેેજર જે એ એડ્રેસ પર તપાસ કરતા આવી કોઈ કંપની નથી એવું તેઓના ધ્યાનમાં આવ્યુ હતુ.
અગ્રવાલ કોલ કોર્પોરેશનના મેનેજર જીજ્ઞેશ પટેલ પાસેથી આનંદ પટેલ અને અજય મોદીએ પાવર ટેક ઇન્ડસ્ટ્રીઝના નામે વાતચીત કરી પોતાની હળવદ નજીક પેપર અને પાવર પ્રોજેક્ટ હોવાનું જણાવીને જુદા જુદા સમયે ર૦૦૦ ટન કોલસોો લીધો હતો. જેના સામે ચેક પણ આપ્યા હતા.
જ્યારે અગ્રવાલ કોલ કોર્પોરેશન દ્વારા ચેક બેકમાં જમા કરાવવામાં આવ્યા તો સ્ટોપ પેમેન્ટ કરવામાં આવ્યુ હોવાનું ધ્યાનમાં આવ્યુ હતુ. તેથી મેનેજર જીજ્ઞેશ પટેલે તપાસ શરૂ કરતા સવાર કરોડની ઉઘરાણી બાકી હતી અને કોલસો લેનાર આનંદ પટેલ અને અજય મોદીએ ફોન બંધ કરી દીધા હતા.
જીજ્ઞેશ પટેલ જાતપાસ કરવા માટે પાવર ટેક ઈન્ડસ્ટ્રીઝના ડોક્યુમેન્ટમાં જે એડ્રેસ આપવામાં આવ્યુ હતુ ત્યાં પહોંચી ગયા હતા. તપાસ કરતાં ધ્યાનમાં આવ્યુ હતુ કે આવી કોઈ કંપની આ સરનામા પર છે જ નહીં. ત્યારે તેમના પગ તળેથી જમીન સરકી ગઈ હતી.