અગ્રસેન મહારાજાની વિચારધારા સાથેની વણકહેવાયેલ ડ્રામા સાથેની “ઘર એક મંદિર-– ક્રિપા અગ્રસેન મહારાજ કી’!”
ભારતીય સિનેમા પર ફક્ત &ટીવી પર સૌપ્રથમ વખત, અગ્રસેન મહારાજાની વિચારધારા સાથેની વણકહેવાયેલ સોશિયલ ડ્રામા સાથેની ‘ઘર એક મંદિર – ક્રિપા અગ્રસેન મહારાજ કી’!
ઝી સ્ટુડીયો દ્વારા નિર્મિત, (Zee Studio) આ શોમાં આકર્ષક કાસ્ટ છે, જેમાં અન્યો ઉપરાંત ગેન્ડા તરીકે શ્રેણુ પારેખ ગેન્ડા, કુંદનલાલ અગરવાલ તરીકે સાઇ બલ્લાલ, અગ્રસેન મહારાજા તરીકે સમીર ધર્માધિકારી, ગેન્ડાના પતિ વરુણ અગરવાલ તરીકે અક્ષય મ્હાત્રે, મનીષ અગરવાલ તરીકે વિશાલ નાયક, નિશા અગરવાલ તરીકે કેનિષા ભારદ્વાજ, સંતોષ તરીકે યામિની સિંઘ, અનુરાધા અગરવાલ તરીકે અર્ચના મિત્તલનો સમાવેશ થાય છે આ શોનો પ્રિમીયર 10 ઓગસ્ટ 2021ના રોજ રાત્રે 9.00 કલાકે એન્ડ ટીવી પર પ્રસારિત થશે અને ત્યાર બાદ દર સોમવારથી શુક્રવારે પ્રસારિત થશે ~
રાષ્ટ્રીય, 10 ઓગસ્ટ, 2021: સામાજિક વિચારધારા ધરાવતી સ્ટોરીઓ દરેક યુગની ભારતીય સંસ્કૃતિનું એક કાયમી અંગ છે, જેમાં બહોળી રેન્જની સ્ટોરીઓ અને ઐતિહાસિક રાજાઓ, રાણીઓ અને ભગવાનનો સમાવેશ થાય છે. પોતાના દર્શકો માટે અસાધારણ અને રુચિ જાળવી રાખતી સ્ટોરીઓ ઓફર કરવાના પ્રયત્નમાં એન્ડટીવી તેની તાજેતરની કાલ્પનિક ઓફરિંગ ‘ઘર એક મંદિર-ક્રિપા અગ્રસેન મહારાજ કી’ રજૂ કરવા માટે સજ્જ છે.
ઝી સ્ટુડીયો દ્વારા નિર્મિત આ શોમાં આકર્ષક કાસ્ટ છે જેમાં જેમાં અન્યો ઉપરાંત ગેન્ડા તરીકે શ્રેણુ પારેખ ગેન્ડા, કુંદનલાલ અગરવાલ તરીકે સાઇ બલ્લાલ, અગ્રસેન મહારાજા તરીકે સમીર ધર્માધિકારી, ગેન્ડાના પતિ વરુણ અગરવાલ તરીકે અક્ષય મ્હાત્રે, મનીષ અગરવાલ તરીકે વિશાલ નાયક, નિશા અગરવાલ તરીકે કેનિષા ભારદ્વાજ, સંતોષ તરીકે યામિની સિંઘ, અનુરાધા અગરવાલ તરીકે અર્ચના મિત્તલનો સમાવેશ થાય છે આ શોનો પ્રિમીયર 10 ઓગસ્ટ 2021ના રોજ રાત્રે 9.00 કલાકે એન્ડ ટીવી પર પ્રસારિત થશે અને ત્યાર બાદ દર સોમવારથી શુક્રવારે પ્રસારિત થશે.
‘ઘર એક મંદિર – ક્રિપા અગ્રસેન મહારાજ કી’ એ ભારતીય ટેલિવીઝન પર અગાઉ ક્યારેય જોયો ન હોય તેવો સામાજિત ડ્રામા છે જે મહાન રાજા અગ્રસેન મહારાજના સંદર્ભની આસપાસ ફરે છે. અગ્રસેન મહારાજ વેપારીઓના અગ્રવાલ સમાજના સ્થાપક હતા. તેમનું શિક્ષણ અને સિદ્ધાંતો આજે પણ સંગતતા ધરાવે છે
અને જીવન આગળ ધપાવવા માટે માર્ગદર્શક બળ તરીકેની ગરજ સારે છે. આ સ્ટોરીમાં અગ્રસેન મહારાજના અગત્યના સિદ્ધાંતોનું તેમના પ્રખર ભક્ત અને શોના મુખ્ય હીરો ગેન્ડા દ્વારા નિરૂપણ કરવામાં આવ્યુ છે. ગેન્ડ એ એક સમર્પિત કન્યા છે જે ઓછી આવક ધરાવતા પરિવારની છે, જેના લગ્ન એક બિઝનસ પરિવારમાં થાય છે.
ઝકડી રાખે તેવા વૃત્તાંતો અગ્રસેન મહારાજ અને તેની ભક્ત ગેન્ડા વચ્ચે વિશ્વાસનો સુંદર રીતે જીવંત રાખે છે, જે તેને તત્ત્વવેત્તા, માર્ગદર્શક અને એક મિત્ર માનવા પ્રેરે છે. ગેન્ડા પોતાની સફરમાં અનેક અંતરાયોનો સામનો કરે છે અને અગ્રસેન મહારાજની માર્ગદર્શક સિદ્ધાંતોને અનુસરતા દરેક અંતરાય પર જીત મેળવે છે. આ શો વિશ્વાસ, પરિવાર અને જીવનની હૃદય ખળભળાવતી અને ઝકડી રાખતી સ્ટોરી લાવે છે.
આ શો વિશે વાત કરતા, એન્ડટીવીના બિઝનેસ વડા વિષ્ણુ શંકરે જણાવે છે કે, “પડકારજનક સમયમાં જે આપણને આપણા સિદ્ધાંતો, આપણી માન્યતાઓ અને સૌથી અગત્યનું આપણા પરિવાર સામે અડગ રહેવામાં મદદ કરે છે. અમે સૌપ્રથમ વખત ટેલિવીઝન સ્ક્રીન પર લાવવામાં અમે ગર્વ અનુભવીએ છીએ, મહાન અગ્રસેન મહારાજની આસપાસનું એક સામાજિક માન્યતાવાળો શો છે, જેમના સિદ્ધાંતો અને તરકીબો આજે પણ સદી પછી પણ એટલા સુસંગત છે. અમારો શો “ઘર એક મંદિર – ક્રિપા અગ્રસેન મહારાજ કી” વિશ્વાસ, પરિવાર અને જીવનની રુચિપૂર્ણ સ્ટોરી છે.”
ઝી સ્ટુડીયોના બિઝનેસ વડા અંશુલ ખુલ્લરે ટિપ્પણી કરતા જણાવ્યું હતુ કે, “ઝી સ્ટુડિયોના માધ્યમથી અમે & ટીવી પર ‘ઘર એક મંદિર- કૃપા અગ્રસેન મહારાજા કી’ નામનો એક અનોખો શો શરૂ કરી રહ્યા છીએ- જે એક મહાન રાજા, મહારાજા અગ્રસેનના સંદર્ભમાં ક્યારેય નહીં કહેલી વાર્તા છે. આ ટેલિવિઝન પરનો આ પ્રકારનો પ્રથમ શો છે, જે તમને અમારા નાયક ગેન્ડા અગ્રવાલ દ્વારા અગ્રસેન મહારાજાના સરળ અને સંબંધિત સિદ્ધાંતો સાથે પરિચય કરાવે છે.
વાર્તા ગેન્ડાની ભાવનાત્મક અને તે કેવી રીતે તેણીના જીવનના દરેક પડકારને તેના વિશ્વાસ દ્વારા જીતી લે છે તેની સફર છે. અમે આશા રાખીએ છીએ કે દર્શકો અગ્રવાલ પરિવારનું સ્વાગત કરશે અને 10 ઓગસ્ટના રોજ આ શો પ્રસારિત થશે ત્યારે અમારી પર તેમનો પ્રેમ અને સમર્થનથી વરસાવશે.”
ગેન્ડા અગ્રવાલના પાત્ર વિશે વાત કરતા શ્રેણુ પરીખ કહે છે, “ગેન્ડા ઓછી આવક ધરાવતા પરિવારની એક સમર્પિત છોકરી છે, જે અગરવાલ એન્ડ સન્સના પરિવારના સંચાલિત જ્વેલરીની દુકાન ધરાવતા કુંદન અગ્રવાલના નાના પુત્ર વરુણ અગ્રવાલ સાથે લગ્ન કરે છે.
તેણી ઊંડા મૂળના પરંપરાગત મૂલ્યો ધરાવે છે અને તે તેના પરિવારની સુરક્ષા માટે કોઈપણ હદ સુધી જશે. તે અગ્રસેન મહારાજાના ચાર મુખ્ય સિદ્ધાંતોને સાંભળીને અને પચાવીને મોટી થઈ છે જેણે જીવનની વિવિધ સમસ્યાઓને શોધવામાં મદદ કરી છે. તેણી તેની સાથે તેના માર્ગદર્શક, ફિલસૂફ અને મિત્ર તરીકેનું એક અનન્ય અને સુંદર બંધન શેર કરે છે.”
વરુણ અગ્રવાલનું પાત્ર ભજવતા અક્ષય મ્હાત્રે કહે છે, “વરુણ ગેંડાનો પતિ છે અને અગ્રવાલ પરિવારનો સૌથી નાનો અને સૌથી લાડલો દીકરો છે. તે અગ્રવાલ પરિવારનો ‘આંખો કા તારા’ છે. વરુણ એક ખૂબ જ સરળ વ્યક્તિ છે જે કોઈપણ ટેન્શન લેવાનું ટાળે છે.
તે કોઈ કામ કરવાને બદલે પોતાની જાતને લાડ લડાવવામાં અથવા વીડિયો ગેમ રમવામાં સમય પસાર કરશે. તેને લાડ લડાવવાનું પસંદ છે અને તે ઇચ્છે છે કે તેની પત્ની તેની સારી સંભાળ રાખે. વરુણ તેના પિતાના પારિવારિક વ્યવસાયમાં ઘણો ગર્વ અનુભવે છે, અને તેને લાગે છે કે તેના માટે બહાર કામ કર્યા વિના આરામદાયક વૈભવી જીવન જીવવું પૂરતું છે.
અગ્રસેન મહારાજાનું પાત્ર ભજવતા સમીર ધરમાધિકારી કહે છે, “પોતે અગ્રસેન મહારાજાની મુખ્ય ભૂમિકા નિભાવવી એ સન્માનની વાત છે. તેમણે અગ્રવાલ સમુદાયનો પાયો નાખ્યો હતો. ગેન્ડા અગ્રસેન મહારાજની પ્રખર ભક્ત છે, અને તેમના વિશ્વાસ દ્વારા, તેમના જીવનમાં વિવિધ પડકારો પર વિજય મેળવે છે. આ શો ઘણા પાસાઓમાં પ્રથમ છે. આ વાર્તા અનન્ય અને તદ્દન પ્રેરણાદાયક છે. મને ખાતરી છે કે તે દર્શકો સામે રહસ્ય ઊભુ કરશે અને દર્શકોના તારને ઝણઝણાવશે.”
કુંદન અગરવાલનું પાત્ર ભજવતા સાઇ બલ્લાલ જણાવે છે કે, “કુન્દન અગ્રવાલ એક ઉદ્યોગપતિ છે જે એક પરિવાર દ્વારા સંચાલિત જ્વેલરી શોપ અગ્રવાલ એન્ડ સન્સના માલિક છે. તેમને બે પુત્રો છે, મનીષ અને વરુણ. કુંદન એક પારિવારિક માણસ છે અને હંમેશા તેના બાળકો અને તેના પરિવારની સુખાકારી માટે ચિંતિત રહે છે.
કુટુંબની સાથે, તે પોતાનો ઘરેણાં બનાવવાનો વ્યવસાયને પણ ચાહે છે, જે પેઢીઓથી ચાલતો આવ્યો છે. તે ઇચ્છે છે કે તેના પુત્રો તેના વ્યવસાયની લગામ સંભાળે તે સમજી શકાય તેવું છે. તે અડગ છે અને તેની પાસે માન્યતાઓનો ચોક્કસ સમૂહ છે જેને ખોટી હોઇ શકે નહી.
અનુરાધા અગ્રવાલના પાત્રને દર્શાવતી અર્ચના મિત્તલ કહે છે, “અનુરાધા એક ગૃહિણી છે, જેનો ઉદ્દેશ પારિવારિક મૂલ્યોને સાચા રાખવાનો છે. તેણી તેના પતિ કુંદન અગ્રવાલ સાથે પ્રેમભર્યા બંધન શેર કરે છે અને ઘર ચલાવે છે. તેણીની ઇચ્છા તેના પુત્રોને સમૃદ્ધ અને તેમના પિતાની જેમ ઉદ્યોગપતિ બનવાની અને તેમની પુત્રવધૂઓ તેમની જેમ પરિવારની સંભાળ લે તેવુ ઇચ્છે છે. તે પોતાની પરંપરાગત માન્યતા પ્રણાલીને વળગી રહે છે અને સમય સાથે બદલવામાં માનતી નથી.
મનીષ અગ્રવાલના પાત્રને દર્શાવતા વિશાલ નાયક કહે છે, “મનીષ કુંદન અગ્રવાલનો મોટા પુત્ર છે અને પારિવારિક વ્યવસાયની કમાન સંભાળશે તેવી તેમની સૌથી મોટી આશા છે. તે સુશિક્ષિત, મહત્વાકાંક્ષી અને આધુનિક છે, પારિવારિક વ્યવસાયમાં જોડાવા કરતાં કોર્પોરેટ નોકરી તરફ વલણ ધરાવે છે.
મનીષ એક પારિવારિક માણસ છે અને તેના પિતાના વ્યવસાયનું સન્માન કરે છે. જો કે, તે ખૂબ મહત્વાકાંક્ષી છે અને પોતાનું નામ જાતે જ બનાવવા માંગે છે. પરંતુ તેના પિતા તેના સપના અને આકાંક્ષાઓને સમજી શકતા નથી, જે તેને બળવા કરવા તરફ દોરી જાય છે.
નિશા અગ્રવાલનું પાત્ર ભજવતા કેનિશા ભારદ્વાજ કહે છે, “નિશા મનીષની પત્ની અને ગેન્ડાની જેઠાણી છે. તેણી એક આનંદી વ્યક્તિ છે જે તેની ખુશખુશાલતાથી ઘરને પ્રકાશિત કરે છે. નિશા એક નાના શહેરની છે અને તેના મોટા સપના અને આકાંક્ષાઓ છે. તે તેના પતિની મહત્વાકાંક્ષાઓને ખૂબ ટેકો આપે છે.”
સંતોષનું પાત્ર દર્શાવતી યામિની સિંહ કહે છે, “સંતોષ ગેંડાની માતા છે, અને દરેક માતાની જેમ, તે હંમેશા તેની પુત્રીના ભવિષ્ય માટે ચિંતિત રહે છે અને તેના માટે શ્રેષ્ઠ ઇચ્છે છે. તે પોતાની પુત્રીની ક્ષમતાઓ અને અગ્રસેન મહારાજણમાં અતૂટ શ્રદ્ધાથી સારી રીતે વાકેફ છે.”
‘ઘર એક મંદિર – ક્રિપા અગ્રસેન મહારાજ કી”નો પ્રમિયર 10 ઓગસ્ટે શરૂ થયા બાદ દર સોમવારથી શુક્રવારે રાત્રે એન્ડ ટીવી પર રાત્રે 9.00 કલાકે પ્રસારિત થશે