અચાનક એક પછી એક ધડાકા થતા સાત લોકોના મોત થયા

ભાગલપુર, બિહારના ભાગલપુરમાં ગુરુવારે મોડી રાતે બોમ્બ ધડાકા થયા જેમાં અત્યાર સુધીમાં ૭ લોકોના મોત થઈ ચૂક્યા છે. જેમાં એક બાળક પણ સામેલ છે. વિસ્ફોટ ભાગપુરના તાતારપુર પોલીસ મથકના કાઝવલીચકના એક ઘરમાં થયો ત્યારબાદ સમગ્ર શહેરમાં હડકંપ મચી ગયો. ધડાકાની સૂચના મળતા જ પોલીસની ટીમ અફરાતફરીમાં ઘટનાસ્થળે પહોંચી અને બચાવ કાર્ય શરૂ કર્યું.
ધડાકો એટલો જાેરદાર હતો કે બિલ્ડિંગ સંપૂર્ણ રીતે તબાહ થઈ ગયું અને જમીનદોસ્ત થયું. પ્રત્યક્ષદર્શીઓનું માનીએ તો ધડાકા ખુબ ભીષણ હતા જેણે ત્રણ મકાન જમીનદોસ્ત કર્યા. આસપાસના અનેક મકાનોની દીવાલોને પણ નુકસાન પહોંચ્યું છે. ધ્વસ્ત થયેલા મકાનનો કાટમાળ ઘટનાસ્થળેથી લગભગ ૨૦૦થી ૩૦૦ મીટર સુધી વેરાયેલો જાેવા મળ્યો. બાજુમાં સૂઈ રહેલા લોકો પણ ઈજાગ્રસ્ત થયા છે.
ધડાકાથી લગભગ બે કિલોમીટર સુધીનો વિસ્તાર હચમચી ગયો. ધડાકાનો અવાજ ૪ કિમી સુધીના વિસ્તારમાં સંભળાયો. ઘટના બાદ સ્થાનિક લોકોએ રેસ્ક્યૂ કરીને કાટમાળમાંથી અનેક લોકોને બચાવ્યા. પોલીસે અનેક કલાકોની મહેનત બાદ જેસીબીની મદદથી કાટમાળ હટાવડાવ્યો. ભાગલપુરના ડીએમ સુબ્રતકુમાર સેનનું કહેવું છે કે જે બિલ્ડિંગમાં ધડાકો થયો ત્યાં ફટાકડાનું કામ ચાલતું હતું.
આ તપાસનો વિષય છે કે ધડાકાનું અસલ કારણ શું હતું. પાડોશીઓ અને કેટલાક અન્ય પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે ફટાકડાનો સામાન બનાવવાની આડમાં તે ઘરમાં બોમ્બ બનતા હતા.SSS