અચાનક રેડ પડી તો ગ્રામપંચાયતનાં ધાબા પર મળી ૧૧૫૨ વિદેશી દારૂની બૉટલ, બે ઝડપાયા એક આરોપી ભાગી ગયો

પ્રતિકાત્મક
ખેડા, ખેડામાં આવેલું ફાગવેલ ગામ ભાથીજી મહારાજનું અનેરુ મહત્વ ધરાવે છે. ફાગવેલમાં કાર્તિકી પૂર્ણિમાનો મોટો મેળો પણ ભરાતો હોય છે.. હાલ મેળામાં હજારો લોકો ભાથીજી મહારાજના દર્શન કરવા માટે આવતા હોય છે, ત્યારે આસ્થાના ધામ એવા ફાગવેલમાં મોટી સંખ્યમાં વિદેશી દારૂની બોટલો મળી આવતા ખળભળાટ મચી ગયો છે.
ખેડાની ફાગવેલ ગ્રામ પંચાયતની છત પરથી વિદેશી દારૂની ૧૧૫૨ જેટલી બોટલો મળી આવતા વિજિલન્સ ટીમ પણ ચોંકી ઉઠી ગઈ હતી.
બાતમીના આધારે ગુજરાત સ્ટેટ વિજિલન્સની ટીમે અચાનક ગ્રામ પંચાયત પર દરોડા પાડ્યા હતા જેમાં છત પરથી મોટી માત્રામાં વિદેશી દારૂની બોટલો મળી આવી હતી..આ દારૂ અન્ય કોઈ જગ્યાએથી લાવીને છત પર છુપાવાયો હતો..દરોડા દરમિયાન વિજિલન્સ ટીમે બે આરોપીઓને ઝડપાયા હતા જેમાં એક આરોપી ફરાર થઈ ગયો હતો.
મહત્વનું છે કે અસ્થાના ધામ એવા ભાથીજી મહારાજના મંદિરે દર્શન માટે હજારો લોકો આવતા હોય છે તેમાં નાના બાળકોથી લઈને મોટા લોકો પણ આવતા હોય છે એવામાં યુવાનોને દારૂના રવાડે ચડેલા લોકોને વિદેશી દારૂ પુરો પાડવાનું મોટું કૌભાંડ બહાર આવતા ગુજરાત સ્ટેટ વિજિલન્સિ ટીમ પણ હચમચી ઉઠી હતી.
હાલ તો આરોપીઓની ધરપકડ કરી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.. દારૂનો આટલી મોટી માત્રામાં જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો કોને કોને સપ્લાય કરવામાં આવ્યો તે મામલે પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મહત્વનું છે કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતા અવાર નવાર દારૂબંધીના લીરેલીરા ઉડતા જાેવા મળી છે ત્યારે આસ્થાના કેન્દ્ર ગણાતા ફાગવેલમાં ગ્રામ પંચાયતની છત પરથી વિદેશી દારૂ બોટલો મળી આવતા રાજ્યમાં દારૂ બંધી અને પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. સવાલ એ પણ થઈ રહ્યો છે કે ફાગવેલમાં વિદેશી દારૂ ક્યાંથી આવ્યો, આ દારૂ કોને સપ્લાય કરવાનો હતો.
કોણ આસ્થાના આ ધામમાં દારૂનો બેખોફ વેપાર ચલાવે છે..? કોણે ગ્રામ પંચાયતની છત પર વિદેશી દારૂ મુક્યો..શું ગ્રામ પંચાયતના સભ્યો આ ઘટનાથી વાકેફ હતા કે શું ? હાલ તો પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા જેમાં એક આરોપી ફરારા થઈ ગયો હતો..અને સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે ત્યારે જાેવાનું રહ્યું કોનું નામ સામે આવે છે.HS