અચાનક CM ચન્ની અમરિંદર સિંહના ફાર્મ હાઉસ પહોચ્યા

ચંડીગઢ, પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની અચાનક પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહને મળવા તેમના ફાર્મહાઉસ પહોચ્યા છે. જાેકે તેઓ શા માટે આ રીતે અચાનક કેપ્ટનને મળવા પહોચ્યા તે હજુ સુધી સામે નથી આવી શક્યું.
આપને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે સરહદ પાસે મ્જીહ્લના જવાનોને ખાસ અધિકારો આપ્યા છે. જેને લઈને મુખ્યમંત્રી ચન્ની કેપ્ટન અમરિંદર સિંહને મળવા પહોચ્યા હોવાનું અનુમાન લગાવામાં આવી રહ્યું છે. જેથી બંને નેતાઓ વચ્ચે આ મુદ્દે વાતચીત થઈ શકે છે. છેલ્લા ઘણા સમયથ કેપ્ટન અમરિંદર સિંહ ચર્ચામાં નથી આવ્યા પરંતુ મુખ્યમંત્રી ચન્ની તેમને મળવા પહોચ્યા બાદ તેઓ ચર્તાનું કેન્દ્ર બન્યા છે.
કેપ્ટન અમરિંદર સિંહે સિદ્ધુ પર હંમેશા આકરા પ્રહાર કર્યા છે. પરંતુ સીએમ ચન્ની સાથે તેમનું વલણ હંમેશા નરમ રહ્યું છે. આજે સિદ્ધુ રાજીનામું આપ્યા બાદ હાઈકમાન સાથે મુલાકાત લેવાના છે. જેથી આજે પાર્ટીમાં તેમના ભવિષ્યને લઈને પણ ર્નિણય લેવાઈ શકે છે. જાે સિદ્ધુ તેમનું વલણ નહી સુધારે તો પાર્ટી દ્વારા હવે નવો પ્રદેશ અધ્યક્ષ પણ નીમવામાં આવી શકે છે.
ઉલ્લેખનીય છે કે કેપ્ટન અમરિંદર સિંહે મુખ્યમંત્રી પદેતી રાજીનામું આપ્યા બાદ તેમણે કોંગ્રેસ છોડી દીધું છે. સાથેજ તેમણે એવુ કહ્યુ હતું કે તેમનું ઘણું અપમાન થયું છે. જાેકે સીએમ ચન્ની અચાનક તેમને મળવા પહોચ્યા છે. જેને લઈને ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે. જાે કે પાર્ટી સુત્રો કહે છે કે સિધ્ધુ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ તરીકે ચાલુ જ રહેશે.HS