અજબ નામથી સાવકી દીકરીએ સેવ કર્યો છે દિયા મિર્ઝાનો નંબર
અભિનેત્રી દિયા મિર્ઝાનો ખુલાસો
ગયા વર્ષે દીકરા અવ્યાન આઝાનને જન્મ આપ્યા બાદ દિયા મિર્ઝાએ રવિવારે પહેલો મધર્સ ડે સેલિબ્રેટ કર્યો હતો
મુંબઈ, ગયા વર્ષે દીકરા અવ્યાન આઝાનને જન્મ આપ્યા બાદ દિયા મિર્ઝાએ રવિવારે પહેલો મધર્સ ડે સેલિબ્રેટ કર્યો હતો. મધર્સ ડેની ઉજવણી તેણે ઘરે જ દીકરા અને સાવકી દીકરી સમાયરા સાથે કરી હતી. આ દિવસે તેણે તેના સમાયરા સાથેના રિલેશનશિપ વિશે વાત કરી હતી અને કહ્યું હતું કે,
તે ક્યારેય પણ તેના બાળકો માટે પરિકથા વાંચતી નથી. દિયા અને સમાયરા ઘણીવાર ઈન્સ્ટાગ્રામ માટે વાયરલ રીલ્સ શૂટ કરે છે અને આ સિવાય તસવીરોમાં પણ તેમનું બોન્ડિંગ સ્પષ્ટ દેખાઈ આવે છે. આ પાછળનું કારણ જણાવતાં, દિયા મિર્ઝાએ એક ન્યૂઝ પોર્ટલને જણાવ્યું હતું કે, તે ખરાબ સાવકા પિતા અથવા ખરાબ સાવકી માના કોન્સેપ્ટના કારણે પરિકથાને પ્રોત્સાહન આપતી નથી.
View this post on Instagram
આ સિવાય તેણે સમાયરાએ ફોનમાં તેનો નંબર કયા નામથી સેવ કર્યો છે તેનો ઉલ્લેખ કર્યો હતો. દિયા મિર્ઝાએ જણાવ્યું હતું કે, તેની સાવકી દીકરી સમાયરાએ તેના ફોનમાં તેનો નંબર હજી સુધી ખરાબ સાવકી મા નહીં તે નામથી સેવ કર્યો છે. સમાયરા સાથેના બોન્ડિંગ વિશે વાત કરતાં વધુમાં દિયા મિર્ઝાએ કહ્યું હતું કે, ‘હું તેની ફ્રેન્ડ અને પેરેન્ટ પણ છું. હું હંમેશા મારી દીકરીની સાથે રહીશ. મધર્સ ડે પર દિયા મિર્ઝા તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર અવ્યાન આઝાદ, સમાયરા અને મમ્મી સાથેની તસવીરો શેર કરી હતી. પહેલી તસવીરમાં જાેઈ શકાય છે કે, અવ્યાને વ્હાઈટ કલરનું ટીશર્ટ અને બ્લેક શોર્ટ્સ પહેરી છે. ટીશર્ટ પર લખ્યું છે ‘આઈ લવ મોમ’.
બીજી તસવીરમાં અવ્યાનને મોટી બહેન અને નાની સાથે જાેઈ શકાય છે. તો ત્રીજી તસવીર દિયા અને અવ્યાનની છે. તેણે આ સાથે લખ્યું હતું ‘એક બાળક માતાને જન્મ આપે છે. મારા બાળકો અને મા માટે કૃતજ્ઞ છું’. આ સાથે તેણે તે સાસુ પૂનમ રેખીને મિસ કરી રહી હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ તસવીરો પર મલાઈકા અરોરા, અમૃતા અરોરા, ઝોયા અખ્તર, રસિકા દુગ્ગલ, લારા દત્તા તેમજ રાહુલ દેવ સહિતના સેલેબ્સે કોમેન્ટ કરીને પ્રેમ વરસાવ્યો હતો. દિયા મિર્ઝાએ ૧૫ ફેબ્રુઆરી, ૨૦૨૧ના રોજ વૈભવ રેખી સાથએ લગ્ન કર્યા હતા. કપલનો દીકરો અવ્યાન પ્રીમેચ્યોર જન્મ્યો હતો અને ઘણા અઠવાડિયા સુધી હોસ્પિટલમાં રખાયા બાદ તેને ઘરે લવાયો હતો.SSS