અજમેરના નેશનલ હાઈવે પર બે વાહનો ટકરાતાં ચારનાં મોત

અજમેર, રાજસ્થાનના અજમેર જિલ્લામાં બે વાહનો વચ્ચે જાેરદાર અકસ્માતની ઘટના સામે આવી છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર અજમેરમાં નેશનલ હાઈવે નંબર ૮ પર ગંભીર અકસ્માત બાદ બંને વાહનોમાં આગ ફાટી નીકળી હતી. Four killed when two vehicles collide on Ajmer National Highway
જેમાં ૪ લોકોના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને પગલે નેશનલ હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો. બનાવની જાણ થતાં ફાયરબ્રિગેડ અને સ્થાનિક પોલીસનો કાફલો પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને આગને કાબૂમાં લેવામાં આવી હતી.
આદર્શનગર પોલીસ સ્ટેશનના સબ ઈન્સ્પેક્ટર કન્હૈયાલાલના જણાવ્યા અનુસાર બે વાહનો વચ્ચે અકસ્માત બાદ આગ ફાટી નીકળતા ૪ લોકોના મોત થયા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે હજી સુધી આગમાં ભડથું થયેલા લોકોની ઓળખ થઈ શકી નથી. ઘટનાને પગલે સ્થાનિક પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જણાવી દઈએ કે, શનિવારે પણ રાજસ્થાનના જયપુર-અજમેર હાઈવે પર આ પ્રકારની ઘટના બની હતી. જેમાં એલપીજી ગેસ સિલિન્ડરથી ભરેલા ટ્રકમાં મોડીરાતે આગ લાગી હતી. આગ લાગતાની સાથે જ જાેરદાર સિલિન્ડર વિસ્ફોટથી સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી.
અચાનક એક પછી એક સિલિન્ડર ધડાકા સાથે ફૂટવા લાગ્યા. જેના કારણે હાઇવે પર અંધાધૂંધી સર્જાઇ હતી. દુદુ પોલીસ સ્ટેશન વિસ્તારના દંતરી ગામ નજીક આ અકસ્માત બાદ હાઇવે જામ થઇ ગયો હતો. ૫ કિલોમીટરથી વધુ સમય સુધી વાહનોની લાઇનો જામમાં અટવાયેલી જાેવા મળી હતી.