અજય ક્યારેય સ્વીટીને અપનાવવાનો જ નહતો
વડોદરા: કરજણની પ્રયોશા સોસાયટીમાં પત્ની સ્વિટીનું ગળું દબાવીને ઠંડે કલેજે હત્યા કરનાર ઁૈં પતિ અજય દેસાઇ સામે પરિવારના સભ્યોમાં જ ઉગ્ર રોષ જાેવા મળી રહ્યો છે. સ્વીટીના પ્રથમ પતિ દ્વારા થયેલા પુત્ર રિધમે બે દિવસ પહેલા મારો માસુમ ભાઇ અંશ ક્યાં છે તે અંગે એક ઇમોશનલ પોસ્ટ જસ્ટીસ ફોર માય મોમના પેજ પર શેર કરી હતી અને હવે સ્ટેટ્સમેન્ટ ફ્રોમ માય પેરેન્ટ્સની વધુ એક પોસ્ટ ફેસબુક પેજ પર મૂકી છે. સ્વિટી પટેલના પ્રથમ લગ્ન હેતસ પંડયા સાથે થયા હતાં અને તેઓના થકી બે પુત્રોનો જન્મ થયો હતો. થોડા વર્ષો બાદ બંનેના છૂટાછેડા થતાં હેતસ પંડયા બંને પુત્રોને લઇ ઓસ્ટ્રેલિયા જતા રહ્યા હતાં. સ્વિટીનો મોટો પુત્ર રિધમ ઓસ્ટ્રેલિયાથી માતા સ્વીટીના સંપર્કમાં રહેતો હતો. સ્વિટી ગુમ થતા રિધમે સોશિયલ મીડિયામાં માતાની શોધ માટે મદદની પોકાર કરી છે. તેણે સ્ટેટ્સમેન્ટ ફ્રોમ માય પેરેન્ટ્સની વધુ એક પોસ્ટ ફેસબુક પેજ પર મૂકી છે.
આ ઘટના બની ત્યાં સુધી મારા બાળકો (રિધમ અને પ્રનિલ) માટે અજય અકંલ એમના હીરો હતા. સ્વીટી એ કે એના ભાઈ એ પણ કોઈ દિવસ એના વિષે કોઈ જાતની ફરિયાદ નથી કરી. પણ હકીકત કંઈક અલગ નીકળી. અજય દેસાઈ જે દેખાતો હતો એ હતો નહિ. જે છોકરી સાથે એ ૫-૬ વર્ષથી સાથે રહે છે, એની સાથે ૨-૩ લોકોની હાજરીમાં મંદિરમાં લગ્ન કરે છે પણ કોર્ટમાં રજિસ્ટર નથી કરતો. મતલબ કે, એનો ઈરાદો પહેલાથી સ્વીટીને અપનાવવાનો કે સામાજિક દરજ્જાે આપવાનો હતો જ નહિ. ૨ વર્ષના નાના માસૂમ બાળકની બાજુમાં સૂતી માં ને મૌત આપ્યું. જાે એ આવેશમાં આવીને કર્યું હોય, કે ગુસ્સામાં થઇ ગયું હોય
પોતાની ભૂલ પર પશ્ચાતાપ કરે, પોલીસમાં સામેથી હાજર થઇને કબૂલાત કરે. પકડાઈ ગયા વગર ‘લાશ’નો ‘નિકાલ’ કેવી રીતે કરવામાં આવે એનું આયોજન છેલ્લા ૨-૩ મહિનાથી ના કરે. આવી માનસિકતા ધરાવતા અને બહારથી આસપાસના લોકોને સારા દેખાતા આવા લોકો સમાજ માટે ક્રિમિનલ્સ કરતા પણ વધારે જાેખમી અને ખતરનાક છે. રિધમ એક પોસ્ટમાં લખે છે કે, આપ સૌએ સચ્ચાઈ શોધવામાં અમારી ખુબજ મદદ કરી છે. હવે એનાથી મોટી મદદની જરૂર છે. મારી મમ્માને આવી અમાનવીય મોત આપવાવાળાને, અમારા ૨ વર્ષના નિર્દોષ ભાઈ અંશને એની માતાથી અલગ કરી દેનારને કડક સજા મળે એવો અમારો ધ્યેય છે. પોલીસ એનું કામ કરી જ રહી છે, તેમ છતાં આપ સૌનો સાથ જાેઈશે.