અજય દેવગણના હાથની ખીચડી કાજોલને ખૂબ ભાવે છે

મુંબઈ, બોલિવુડ એક્ટ્રેસ કાજાેલે હાલમાં જ પતિ અને એક્ટર અજય દેવગણ વિશે રસપ્રદ ખુલાસો કર્યો છે. કાજાેલે જણાવ્યું છે કે, અજયને કૂકિંગનો શોખ છે અને તેના માટે સ્વાદિષ્ટ ખીચડી બનાવે છે. કાજાેલ પોતાની અપકમિંગ ફિલ્મ ‘સલામ વેન્કી’ના પ્રમોશન માટે સિંગિંગ રિયાલિટી શો ‘સા રે ગા મા પા લિટલ ચેમ્પ્સ’માં પહોંચી હતી.
અહીં કાજાેલના ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ૩૦ વર્ષ થયા તેની ઉજવણી પણ કરવામાં આવી હતી. શોની હોસ્ટ ભારતી સિંહે કાજાેલને અજયની કૂકિંગ સ્કીલ અને તેણે બનાવેલી કઈ ડિશ કાજાેલની ફેવરિટ છે, તેમ પૂછ્યું હતું. જવાબમાં કાજાેલે કહ્યું હતું, “તમને નવાઈ લાગશે પરંતુ અજયને કૂકિંગનો ખૂબ શોખ છે.
આપણે ઘણીવાર કહીએ છીએ કે જેૃતે વ્યક્તિના હાથમાં જાદુ છે. અજય એવા જ કૂક પૈકીનો એક છે જે કોઈપણ ડિશ તૈયાર કરે તે સ્વાદિષ્ટ જ બને છે. કાજાેલે આગળ કહ્યું, “કૂકિંગ એવી વસ્તુ છે જેમાં અજયને ખૂબ મજા આવે છે. જ્યારે અજય જમવાનું બનાવતો હોય ત્યારે રસોડાનો દરવાજાે બંધ કરી દે છે.
તે પોતાની રેસિપી કોઈની સાથે શેર નથી કરતો અને તે ભોજન તૈયાર કરતો હોય ત્યારે કોઈને જાેવા પણ નથી દેતો. અજય ઘણીવાર મારા માટે સ્વાદિષ્ટ ખીચડી બનાવે છે અને એ તેની સ્પેશિયાલિટી છે. કાજાેલ અને અજય દેવગણ છેલ્લે ફિલ્મ ‘તાનાજીઃ ધ અનસંગ વોરિયર’માં સાથે જાેવા મળ્યા હતા. હવે તે રેવતીની ફિલ્મ ‘સલામ વેન્કી’માં જાેવા મળશે. આ ફિલ્મ ૯ ડિસેમ્બરે થિયેટરમાં રિલીઝ થવાની છે.
આ સિવાય કાજાેલ વેબ સીરીઝ ‘ધ ગુડ વાઈફ’માં જાેવા મળશે. અમેરિકન કોર્ટ રૂમ ડ્રામા સીરીઝનું આ હિન્દી વર્ઝન છે. વેબ સીરીઝમાં કાજાેલ એવી પત્નીના રોલમાં જાેવા મળશે જે વકીલાતના પ્રોફેશન તરફ પાછી વળે છે એ પણ પતિનો કેસ લડવા માટે. અજય દેવગણની વાત કરીએ તો, હાલ તો તે ફિલ્મ ‘દ્રશ્યમ ૨’ની સફળતામાં રાચી રહ્યો છે.SS1MS