અજય દેવગણની મારપીટનો વાયરલ વીડિયો ફેક છે
મુંબઈ: બોલિવૂડ એક્ટર અજય દેવગણની કથિત મારપીટનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો અંગે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે અજય દેવગણનો કાર પાર્કિંગના મુદ્દે ઝઘડો થયો અને બાદમાં કેટલાંક લોકોએ તેની સાથે મારપીટ શરૂ કરી. આ વિડીયોમાં કોઈનો પણ ચહેરો સ્પષ્ટરીતે જાેવા મળી રહ્યો નથી.
ત્યારે એક્ટર અજય દેવગણના પ્રવક્તાનું નિવેદન આવ્યું છે અને આ વિડીયોને ફેક જણાવ્યો છે. પ્રવક્તાએ જણાવ્યું કે અજય દેવગણ સાથે થયેલા ઝઘડાનો મીડિયા રિપોર્ટ એકદમ ખોટો છે. અમે ન્યૂઝ એજન્સીઝ અને મીડિયાકર્મીઓને વિનંતી કરીએ છીએ કે તેઓ જાણે કે અજય દેવગણ મુંબઈમાં પોતાની ટીમ સાથે ફિલ્મ ‘મેદાન’, ‘મે ડે’ અને ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ના શૂટિંગમાં વ્યસ્ત છે.
તે છેલ્લા ૧૪ મહિનાથી દિલ્હી નથી ગયો. અજય દેવગણ પોતાના જવાબદારીપૂર્વકના વ્યવહાર માટે જાણીતો છે અને આ વિડીયો ફેક છે. અહીં તમને જણાવી દઈએ કે એક યૂઝરે ટિ્વટર પર એક વિડીયો શેર કર્યો છે. સાથે જ તેણે લખ્યું કે ‘મને નથી ખબર કે આ અજય દેવગણ છે કે નહીં. પણ, લોકોમાં ખેડૂત આંદોલનને લઈને ગુસ્સો ફેલાતો જાેવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર અજય દેવગણના નશાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેને લઈને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ અજય દેવગણ છે.’