અજય દેવગણ ફરી સંજય દત્ત સાથે ચમકશે
મુંબઇ, અજય દેવગણ હવે એક પછી એક મોટી ફિલ્મો સાઈન કરી રહ્યો છે. થોડાક સપ્તાહ પહેલા જ એવા અહેવાલ પણ આવ્યા હતા કે, અજય દેવગણ બાહુબલીના ફિલ્મ નિર્માતા એસએસ રાજામૌલીની ફિલ્મ કરવા જઇ રહ્યો છે. હવે અજય દેવગણે અભિષેક દુધિયાની ફિલ્મ ભુજઃ દ પ્રાઇડ ઓફ ઇન્ડિયા નામની ફિલ્મમાં પણ કામ કરવા જઈ રહ્યો છે. અજય દેવગણની સાથે આ ફિલ્મમાં સંજય દત્ત, સોનાક્ષી, પરિણિતી ચોપડા પણ કામ કરનાર છે. આ તમામ કલાકારોની પસંદગી કરી લેવામાં આવી છે. આ ફિલ્મમાં વિંગ કમાન્ડર વિજય કાર્ણિકની ભૂમિકામાં અજય દેવગણ નજરે પડશે. જ્યારે સંજય દત્ત ફિલ્મના એક એવા વ્યક્તિની ભૂમિકા કરશે જે કોઇપણ વ્યક્તિના પગના નિશાનને જોઇને તેના ઝેન્ડર, હાઈટ અને વજનના સંદર્ભમાં માહિતી આપી શકે છે. ભુજ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા ફિલ્મનુ શુટિંગ જારદાર રીતે જારી છે.
ફિલ્મ ૧૪મી ઓગષ્ટના દિવસે દેશભરમાં રજૂ કરવામાં આવનાર છે. ફિલ્મને લઇન ઉત્સુકતા વધી ગઇ છે. ફિલ્મના સંબંધમાં તમામ ઝીંણવટીભરી બાબતોને ધ્યાનમાં લીધા બાદ જ શુટિંગ શરૂ કરવામાં આવ્યુ હતુ. ગુજરાતમાં સોનાક્ષી સિંહા શૂટિંગ કરવાને લઇને આશાવાદી દેખાઈ રહી છે. ફિલ્મમાં સંજય દત્તનું નામ રણછોડદાસ દર્શાવવામાં આવ્યું છે. સોનાક્ષી ફિલ્મમાં નીડર અને સાહસી મહિલાની ભૂમિકા કરી રહી છે. પરિણિતી ચોપડા ફિલ્મમાં એક ભારતીય જાસુસની ભૂમિકા કરી રહી છે. પંજાબી અભિનેતા એમી વિર્ક ફાઇટર પાયલોટની ભૂમિકામાં છે. ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવી ચુક્યું છે. આ ફિલ્મને ૧૪મી ઓગષ્ટના દિવસે દેશભરમાં રજૂ કરવા માટેની તૈયારી કરી લેવામાં આવી છે.