અજય દેવગણ ફરી સંજય દત્ત સાથે ચમકશે
મુંબઇ, થોડાક સમય પહેલા અજય દેવગણની મહેમાન ભૂમિકાવાળી ફિલ્મ સિંબા અને ટોટલ ધમાલ રજૂ થયા બાદ બંને ફિલ્મો બોક્સ ઓફિસ ઉપર સારી કમાણી કરી ચુકી છે. અજય દેવગણ હવે એક પછી એક મોટી ફિલ્મો સાઈન કરી રહ્યો છે. થોડાક સપ્તાહ પહેલા જ એવા અહેવાલ પ આવ્યા હતા કે, અજય દેવગણ બાહુબલીના ફિલ્મ નિર્માતા એસએસ રાજામૌલીની ફિલ્મ કરવા જઇ રહ્યો છે. હવે અજય દેવગણે અભિષેક દુધિયાની ફિલ્મ ભુજઃ દ પ્રાઇડ ઓફ ઈન્ડિયા નામની ફિલ્મમાં પણ કામ કરવા જઈ રહ્યો છે. અજય દેવગણની સાથે આ ફિલ્મમાં સંજય દત્ત, સોનાક્ષી, પરિણિતી ચોપડા પણ કામ કરનાર છે. આ તમામ કલાકારોની પસંદગી કરી લેવામાં આવી છે.
આ ફિલ્મમાં વિંગ કમાન્ડર વિજય કાર્ણિકની ભૂમિકામાં અજય દેવગણ નજરે પડશે. જ્યારે સંજય દત્ત ફિલ્મના એક એવા વ્યક્તિની ભૂમિકા કરશે જે કોઇપણ વ્યક્તિના પગના નિશાનને જાઇને તેના ઝેન્ડર, હાઈટ અને વજનના સંદર્ભમાં માહિતી આપી શકે છે.ગુજરાતમાં આ પ્રકારની યોગ્યતાવાળા લોકોને પણ કેટલાક નામથી ઓળખવામાં આવે છે. ગુજરાતમાં સોનાક્ષી સિંહા શૂટિંગ કરવાને લઇને આશાવાદી દેખાઈ રહી છે. ફિલ્મમાં સંજય દત્તનું નામ રણછોડદાસ દર્શાવવામાં આવ્યું છે. સોનાક્ષી ફિલ્મમાં નીડર અને સાહસી મહિલાની ભૂમિકા કરી રહી છે. પરિણિતી ચોપડા ફિલ્મમાં એક ભારતીય જાસુસની ભૂમિકા કરી રહી છે. પંજાબી અભિનેતા એમી વિર્ક ફાઇટર પાયલોટની ભૂમિકામાં છે. ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવી ચુક્યું છે. આ ફિલ્મને ૨૭મી ડિસેમ્બરના દિવસે રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. સંગીત અજય અતુલ દ્વારા આપવામાં આવ્યું છે.