Western Times News

Gujarati News

અજય દેવગન તાનાજી’ બાદ હવે ‘મૈદાન’માં ફુટબોલ રમતા જોવા મળશે

નવીદિલ્હી, તાનાજીઃ ધ અનસંગ વોરિયર’ની સફળતા બાદ અજય દેવગન માટે વધુ એક સારા સમાચાર છે. તેની ફિલ્મ મૈદાનના કેટલાક પોસ્ટર જારી કરવામાં આવ્યા છે, જે ફેન્સને ખુબ પસંદ આવી રહ્યાં છે. થોડા દિવસ પહેલા તેનું ટીઝર પોસ્ટર આવ્યું હતું, જેમાં કેટલાક ફુટબોલરો માટ્ટીમાં ભરાયેલા જોવા મળી રહ્યાં હતા. ત્યારબાદથી ફેન્સ અજય દેવગનના લુકની રાહ જોઈ રહ્યાં હતા. હવે આ ફિલ્મનું પોસ્ટર રિલીઝ થયું છે. જેમાં અજય દેવગનની સ્ટાઇલ ખુબ પસંદ કરવામાં આવી રહી છે.

પહેલા પોસ્ટરમાં અજય દેવગને પોતાના હાથમાં બોલ પકડ્‌યો છે, જ્યારે બીજો પોસ્ટરમાં તે બોલને કિક કરી રહ્યો છે. પરંતુ લુકની વાત કરીએ તો તેમાં તે ડેનિમ શર્ટ અને ટ્રાઉઝરમાં જોવા મળી રહ્યો છે. અજય દેવગને ટ્‌વીટ કર્યું કે કહાની છે ઈન્ડિયન ફુટબોલના ગોલ્ડન ફેઝની અને સૌથી વધુ સફળ કોચની. આ પોસ્ટમાં એક ટીમ છે, જે વરસાદમાં ભિંજાઈ રહી છે અને સામે અજય દેવગન ઉભો છે. બીજા પોસ્ટરને શેર કરતા અજયે લખ્યું છે કે, પરિવર્તન લાવવા માટે એક જ ઘણો હોય છે.

ફિલ્મની વાત કરીએ તો ‘મૈદાન’ ૧૯૫૬થી ૧૯૬૨ વચ્ચે ભારતીય ફુટબોલ ટીમ અને તેમના કોચ રહેલા સૈય્યદ અબ્દુલ રહીમની કહાની છે. જ્યારે ભારતીય ટીમ પોતાના સૂવર્ણ સમયમાં હતી. ૧૯૫૬માં ટીમ મેલબોર્ન ઓલિમ્પિકમાં ઘણી મોટી ટીમોને હરાવીને સેમિફાઇનલમાં પહોંચી હતી. ત્યારબાદ ટીમ ક્યારેય તે સ્તર સુધી પહોંચી શકી નથી. તે સમયે ટીમ ઈન્ડિયાના કોચ સૈય્યદ અબ્દુલ રહીમ હતા. તેમણે કેન્સરથી લડાઈ લડતા ૧૯૬૨માં ટીમને એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. અજય દેવગન આ કોચની ભૂમિકા ભજવી રહ્યાં છે. તાનાજી હિટ થયા બાદ અજય દેવગનને પોતાની આ ફિલ્મથી ઘણી આશા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.