અજય પટેલની ફીડે (વર્લ્ડ ચેસ ફેડરેશન)ના ઝાને ૩.૭ પ્રેસીડન્ટ તરીકે વરણી
ગુજરાત સ્ટેટ ચેસ એસોસીએશનનું ગૌરવ
તાજેતરમાં જ તા.૧૪-૨-૨૦૨૧ના રોજ યોજાયેલ ઓલ ઈન્ડિયા ચેસ ફેડરેશનની વાર્ષિક સામાન્સ સભાની મીટીંગમાં શ્રી અજય પટેલ (પ્રેસીડન્ટ એમીરેટસ, ગુજરાત સ્ટેટ ચેસ એસોસીએશન)ની ફીડેના ઝોન ૩.૭ પ્રેસીડન્ટ તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવેલ છે.
ફીડેના મેમ્બર દેશોના સભ્યો દ્વારા ઝોન પ્રેસીડન્ટને ચૂંટવામાં આવતા હોય છે અને ભારત દેશને એકલા દેશના ઝોનનો દરજ્જાે મળેલ હોવાથી જનરલ બોડી દ્વારા ઝોન પ્રેસીડન્ટને ચૂંટવામાં આવે છે. ઝોન પ્રેસીડન્ટ ફીડે દ્વારા કરવામાં આવતી એક ખૂબ જ મહત્વની નિમણૂંક છે અને કોન્ટીનેન્ટલ ફેડરેશન્સ સીધી જ રીતે ઝોન પ્રેસીડન્ટ સાથે વહીવટી કાર્યાે અંગે સંકળાયેલ હોય છે.
વર્લ્ડની મોટી ધટનાઓમાં સરળ વહીવટી કાર્ય માટે તેમજ ખેલાડીઓને લાયકાત સ્લોટ સુવિધા માટે ફીડે દ્વારા સીંગલ અથવા અનેક દેશો સાથે મળી ઝોનની રચના કરવામાં આવે છે. ફીડે દ્વારા ભારતને એશીયા ઝોન ૩.૭નો અલગ દરજ્જાે આપવામાં આવેલ છે.
આજ મીટીંગ દરમ્યાન ગુજરાતની જાણીતી ચેસની હસ્તીઓને પણ ઓલ ઈન્ડીયા ચેસ ફેડરશેનનમાં અલગ અલગ કમીટીમાં સમાવેશ કરવામાં આવ્યા છે જે પણ એક ગર્વની વાત છે. ગ્રાન્ડ માસ્ટર તેજસ બાકરે (ચેરમેન, પ્લેયર્સ ગ્રીવન્સ કમીટી), મયૂર પટેલ (મેમ્બર, ચેસ ઈન સ્કૂલસ કમીશન), સમીર શાહ (મેમ્બર, રીસર્ચ અને ડેવલપમેન્ટ) તેમજ અર્પી શાહ (મેમ્બર, કમીટી ફોર પ્રિવેન્શન ઓફ સેક્સુઅલ હેરેસમેન્ટ ઓફ વુમન)માં નિમણૂંક કરવામાં આવી છે.
શ્રી ભાવેશ પટેલે (સીઈઓ, ગુજરાત સ્ટેટ ચેસ એસોસીએશન) સર્વે ગુજરાત સ્ટેટ ચેસ એસોસીએશનના સભ્યોને તેમની આ અદ્ભૂદ સિધ્ધી માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.