અજય મિશ્રા સાથે સ્ટેજ શેર ન કરવા મોદીને પ્રિયંકાનો પત્ર

નવી દિલ્હી, શુક્રવારે પીએમ મોદીએ કૃષિ કાયદા પાછા ખેંચ્યા બાદ કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ આજે પણ પીએમ મોદી પર નિશાન સાધ્યુ છે.
પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીને સંબોધીને લખેલા પત્રમાં માંગ કરી છે કે, લખીમપુર ખીરી હત્યાકાંડમાં પીડિતોને ન્યાય અપાવો.કેન્દ્રીય ગૃહ મંત્રી અજય મિશ્રાના પુત્ર પર ખેડૂતોને જીપ નીચે કચડવાનો આરોપ છે અને તમારી પોલીસ આરોપીને બચાવવામાં પડી છે.જાે તમે ખેડૂતોના હિતૈષી હોવાનો દાવો કરતા હોય તો તમારે અજય મિશ્રા સાથે સ્ટેજ શેર કરવુ જાેઈએ નહીં.
પ્રિયંકા ગાંધીએ પત્રમાં પીએમ મોદીને સંબોધીને કહ્યુ છે કે, તમે સાચા મનથી ખેડૂતોના હિતમાં કાયદા પાછા ખેંચવાનો દાવો કર્યો છે .જાે આ સત્ય હોય તો લખીમપુર હિંસામાં મોતને ભેટેલા ખેડૂતોના પરિવારજનોને ન્યાય અપાવવાનુ પણ તમારા માટે સર્વોપરિ હોવુ જાેઈએ.
પ્રિયંકા ગાંધીએ કહ્યુ છે કે, જાે તમે કેન્દ્રીય અજય મિશ્રા સાથે એક સ્ટેજ પર બેસશો તો પીડિત પરિવારોને એવો સંદેશ જશે કે તમે કાતિલોની સાથે ઉભા છો અ્ને આંદોલનમાં માર્યા ગયેલા ખેડૂતોનુ પણ આ અપમાન હશે.
ઉલ્લખેનીય છે કે, આજે ડીજીપી કોન્ફરન્સમાં પીએમ મોદી હાજર રહેવાના છે અને ગૃહ મંત્રાલય દ્વારા યોજાયેલી કોન્ફરન્સમાં રાજ્ય કક્ષાના ગૃહ મંત્રી હોવાના નાતે અજય મિશ્રા પણ હાજર રહે તેવી શક્યતા છે.SSS