અજાણી યુવતીની વિકૃત હાલતમાં લાશ મળી આવતાં ખળભળાટ
અમદાવાદ, શહેરના વસ્ત્રાલ રિંગ રોડ પર અવાવરું જગ્યાએથી યુવતીની વિકૃત હાલતમાં લાશ મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. ઝાડીઓમાંથી અજાણી યુવતીની કોહવાયેલી અને કરડેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે. શરીર કેટલોક ભાગ ન હોવાથી અનેક તર્કવિતર્કો સર્જાયા છે.
રામોલ પોલીસે પંચનામું કરી લાશને પીએમ માટે મોકલી અજાણી યુવતીની ઓળખ માટે તપાસ હાથ ધરી છે. રિંગરોડ પર વસ્ત્રાલ તળાવ અને સ્મશાનગૃહની સામેની ઝાડીમાંથી અજાણી યુવતીની લાશ અંગે જાણ થતાં રામોલ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. લાશને જાેતા કૂતરાઓએ કમરનો ઉપરનો ભાગ કરડી ખાધો છે. હાલમાં અજાણી યુવતીની ઓળખ થઈ થઈ શકી નથી.HS