અજાણ્યા વાહને ટક્કર મારતા બાઈક ચાલક પુલ પરથી પટકાયો
વીચીત્ર હીટ એન્ડ રનની ઘટના : ટીંટોઈ ઓવરબ્રીઝ પરથી પસાર થતા બાઈક ચાલક અજાણ્યા વાહને ટક્કર મારતા બાઈક ચાલક પુલ પરથી પટકાયો
અરવલ્લી જીલ્લામાં ટ્રાફિકના નિયમનો ઉલાળિયો કરી વાહનચાલકો બેફામ વાહન હંકારતા નિર્દોષ રાહદારીઓ અને વાહનચાલકોને અડફેટે લેતા જીવ ગુમાવવો પડી રહ્યો છે શામળાજી-મોડાસા રોડ પર ટીંટોઈ ઓવરબ્રીઝ પરથી પસાર થતા બાઈક ચાલકને પાછળથી કારે ધડાકાભેર ટક્કર મારતા બાઈક ચાલક યુવક બ્રીઝ પરથી ધડામ દઈ નીચે પટકાતા
શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા અકસ્માતના પગલે દોડી આવેલા લોકોએ યુવકને તાબડતોડ સારવાર અર્થે મોડાસા ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. સદનસીબે યુવકનો બચાવ થતા પરિવારજનો અને લોકોએ હાશકારો અનુભવ્યો હતો .
ટીંટોઈ ગામનો મોહમ્મદ શાહિદ યુનુસભાઇ બાંડી શુક્રવારે સાંજના સુમારે ટીંટોઈ ઓવરબ્રીજ પરથી બાઈક લઈને પસાર થતો હતો ત્યારે પાછળ થી આવી રહેલી કારે બાઈકને અડફેટે લેતા બાઈક બ્રીજની રેલીંગ સાથે ટકરાતા બાઈક ચાલક મોહમ્મદ શાહિદ રેલીંગ ઉપરથી ૩૫ ફૂટ નીચે ધડાકાભેર ખાબક્યો હતો.
કારની ટક્કરે બાઈક ચાલક યુવક નીચે પટકાતા આજુબાજુ થી લોકો દોડી આવ્યા હતા પરિવારજનો પણ તાબડતોડ પહોંચ્યા હતા અને શરીરે ગંભીર ઈજાગ્રસ્ત બાઈક ચાલકને સારવાર અર્થે મોડાસા ખાનગી હોસ્પિટલમાં ખસેડતા બાઈક ચાલક યુવકની સ્થીતી સ્થીર હોવાની માહીતી પ્રાપ્ત થઈ હતી અકસ્માતના પગલે મોડાસા રૂરલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી