અજાણ્યા શખ્સે યુવાનને ગળાના ભાગે ચપ્પુ માર્યું
બારડોલી, સુરત જિલ્લાના કડોદરા નજીકથી પસાર થઈ રહેલ યુવાન ઉપર કોઈ અજાણ્યા શખ્સે ચપ્પુ વડે હુમલો કરતાં ચકચાર મચી ગઈ હતી. યુવાન વાપીથી નીકળી એમપી પોતાના ગામ જતો હતો તે દરમ્યાન યુવાન કડોદરા અકડામુખી હનુમાન મંદિરે દર્શન કર્યા બાદ ત્યાંથી નીકળી ખુલ્લા મેદાનમાં કુદરતી હાજતે ગયો હતો અને ત્યાંથી પરત આવતો હતો તે સમયે યુવાનને કોઈ અજાણ્યા ઇસમે પાછળથી આવી એકાએક ગળાના ભાગે ચપ્પુના ઘા ઝીંકી ભાગી છૂટ્યો હતો ઘટના બાદ કડોદરા પોલીસે યુવાનને સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યો હતો.
આ અંગે મળતી માહિતી અનુસાર મૂળ એમપી અને હાલ વાપી ખાતે રહેતો ૨૪ વર્ષીય યુવાન સંજયકુમાર રમેશભાઈ સવાઈચા મંગળવારના રોજ મોડી સાંજે વાપી ખાતેથી નીકળી મૂળ વતન મધ્ય પ્રદેશ આવવા નીકળ્યો હતો જે અરસામાં કડોદરા ચાર રસ્તા પરથી પસાર થતી વખતે અકડામુખી હનુમાનજી મંદિરે દર્શન કર્યા બાદ ત્યાંથી નીકળી નજીકમાં આવેલ ખુલ્લા મેદાનમાં કુદરતી હાજતે ગયો હતો અને ત્યાંથી પરત ફરતી વખતે એકાએક એક અજાણ્યો ઈસમ પાછળથી આવી ધારદાર ચપ્પુ વડે સંજયને ગળાના ભાગે ઘા કર્યો હતો.
જે બાદ સંજય અને અજાણ્યા ઈસમ વચ્ચે ઝપાઝપી થતા સંજયને બને હાથમાં પંજામાં પણ ચપ્પુના ઘા વાગ્યા હતા જે બાદ સંજયે બુમાબુમ કરી દેતા અજાણ્યો ઈસમ ભાગી છૂટ્યો હતો સંજય કુમારને લોહીલુહાણ હાલતમાં નજીકની મોદી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ઘટના બાદ કડોદરા જી.આઈ.ડી.સી.પોલીસ સ્ટેશનના નવનિયુક્ત પી.આઈ વી.કે.પટેલ સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી તપાસમાં જોતરાયો હતો. યુવાનને ગળાના ભાગે ઓપરેશન કરી ટાંકા લેવામાં આવ્યા હતા યુવાન સંપૂર્ણ હોશમાં આવ્યા પછી પોલીસને નિવેદન આપ્યા બાદ જ સમગ્ર ઘટનાની સાચી હકીકત બહાર આવે તેમ છે.SSS