Western Times News

Gujarati News

અજીત અગરકરને ભાઈબંધની બહેન સાથે પ્રેમ થઈ ગયો

નવી દિલ્હી, ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ફાસ્ટ બોલર અને મુખ્ય પસંદગીકાર અજીત અગરકર ૪ ડિસેમ્બર ૨૦૨૩ના રોજ ૪૬ વર્ષના થયા હતા. અગરકરનો જન્મ ૧૯૭૭માં બોમ્બે (હાલ મુંબઈ)માં થયો હતો. એક લાંબા અરસા માટે ભૂતપૂર્વ ફાસ્ટ બોલરે ટીમ ઈન્ડિયાને તેની ધારદાર બોલિંગ દ્વારા સતત વિજેતા બનવામાં મદદ કરી હતી. ઘણી વખત ટીમનાં વિજયનો પાયો નાખ્યો હતો.

હવે ભારતીય ક્રિકેટ ટીમનાં પસંદગીકાર અગરકરની લવ સ્ટોરી કોઈ ફિલ્મી સ્ટોરીથી ઓછી નથી. તે તેના મિત્રની બહેનને મળ્યો અને પ્રથમ નજરમાં જ તેના પ્રેમમાં પડ્યો હતો. અગરકર અને ફાતિમા ઘડિયાલીના લગ્ન વર્ષ ૨૦૦૨માં થયા હતા. બંનેના અલગ-અલગ ધર્મ હતા, તેથી તેમના લગ્ને ઘણી ચર્ચા જગાવી હતી.

મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, અજીત અગરકર વર્ષ ૨૦૦૦માં ફાતિમાને મળ્યો હતો. તે સમયે ફાતિમા એક ખાનગી પેઢીમાં મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ તરીકે કામ કરતી હતી. ફાતિમાના ભાઈનું નામ મઝહર ઘડિયાલી છે જે અગરકરના મિત્ર હતા. અજિત અગરકર પ્રથમ વખત ફાતિમા ઘડિયાલીને વર્ષ ૧૯૯૯-૨૦૦૦ આસપાસ મળ્યા હતા. ફાતિમા ઘણીવાર તેના ભાઈ સાથે સ્ટેડિયમમાં મેચ જાેવા જતી હતી. તે સમય દરમિયાન અગરકર ફાતિમાને મળ્યા અને તેમની મિત્રતા પ્રેમમાં પરિવર્તિત થવામાં લાંબો સમય લાગ્યો નહોતો.

અગરકરનો જન્મ મરાઠી પંડિતના પરિવારમાં થયો હતો. ભારતીય ક્રિકેટર માટે ફાતિમા સાથે લગ્ન કરવા આસાન નહોતું. તેઓ બંનેના પરિવાર પણ આ લગ્ન માટે તૈયાર ન હતા. આવી સ્થિતિમાં બંનેએ એકબીજાનાં બેકગ્રાઉન્ડની પરવા કર્યા વગર જીવવા અને મરવાના સોગંદ લઈ લીધા હતા. બંનેએ ૯ ફેબ્રુઆરી ૨૦૦૨ના રોજ લગ્ન કર્યા હતા. ૨૨૧આંતરરાષ્ટ્રીય મેચમાં ૩૪૯ વિકેટ લેનાર અજીત અગરકર ૨૦૦૭માં ટી૨૦ વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમનો રેગ્યુલર મેમ્બર રહ્યો હતો. અગરકરે ૨૬ ટેસ્ટ મેચમાં ૫૮ વિકેટ લીધી હતી. આ દરમિયાન તેના બેટથી ૫૭૧ રન બનાવ્યા હતા.

અગરકરના નામે ૧૯૧ વન-ડે ઈન્ટરનેશનલ મેચોમાં ૨૮૮ વિકેટ છે. જ્યારે T૨૦ આંતરરાષ્ટ્રીય મેચમાં તેના નામે ૩ વિકેટ છે. અગરકરે ટેસ્ટમાં એક સદી ફટકારી છે જ્યારે વનડેમાં તેના નામે ૩ અર્ધસદી છે. અજીત અગરકારે વન ડે ક્રિકેટમાં માત્ર ૨૧ બોલમાં અર્ધી સદી નોંધાવેલી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.