Western Times News

Gujarati News

અઝરબૈઈઝાનથી ઝાગ્રેબ સુધી મેડિકલના અભ્યાસ માટે વિકલ્પ

મુંબઈ, મેડિકલ અભ્યાસ માટે ભારતીય વિદ્યાર્થીઓ રશિયા અને યુક્રેન જેવા દેશોનો વિકલ્પ પસંદ કરી રહ્યા છે. ઉચ્ચ દ્ગઈઈ્‌ સ્કોર અને વધારે ફીના કારણે જાે ભારતીય કોલેજાેના દરવાજા બંધ થઈ જાય તો ડોક્ટર બનવાનું સપનું ધરાવતા ભારતીય વિદ્યાર્થીઓ માટે ઓછામાં ઓછા ૨૦ વિકલ્પ છે, જ્યાં જઈને તેઓ અભ્યાસ કરી શકે છે અને સપનાને સાકાર થતું જાેઈ શકે છે.

રશિયા અને યુક્રેન મેડિકલ અભ્યાસ માટે જૂના રક્ષક સમાન છે જ્યારે ચીનએ નવી પ્રાથમિકતા છે. તેનાથી આગળ વધીએ તો, વધુ કેટલાક એવા દેશો છે જે ઉમેદવારોની પસંદગીની યાદીમાં છે. અઝરબાઈઝાનથી ઝાગ્રેબ સુધી, વિશ્વના નાના દેશોની મેડિકલ સ્કૂલોએ ભારતના દ્ગઈઈ્‌ ઉમેદવારોમાં આશા જગાડી છે. ઘણા બધા નાના દેશો હવે ખૂબ જ ઓછી ફીમાં મેડિકલ એજ્યુકેશનની ઓફર આપી રહ્યા છે.

ભારતમાં, ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ મેડિકલનો કોર્સ કરવા માગે છે, તેથી જ તેમાંથી ટિઅર ૨ અને ૩ શહેરો તેમજ નગરોના વિદ્યાર્થીઓ સ્મ્મ્જી માટે આર્મેનિયા અથવા મંગોલિયા જવા માટે તૈયાર છે’, તેમ એજ્યુકેશન કન્સલ્ટન્ટ કરણ ગુપ્તાએ જણાવ્યું હતું.

જાે કે, હવે ઈન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં મેડિસિનના અભ્યાસ માટે યુકે પર પસંદગી ઉતારવાનો ટ્રેન્ડ પણ વધ્યો છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

નેપાળ, ચીન અને બાંગ્લાદેશ જેવા પાડોશી દેશોથી લઈને કઝાકિસ્તાન અને કિર્ગિસ્તાન સુધી, વિદેશ મંત્રાલયના લેટેસ્ટ ડેટા દર્શાવે છે કે, ભારતીય વિદ્યાર્થીઓ હવે ૧૨થી વધારે દેશોમાં મેડિકલનો અભ્યાસ કરી રહ્યા છે.

‘મેડિકલની ડિગ્રી માટે વિદ્યાર્થીઓ દેશ બહાર જઈ રહ્યા છે, તેના માત્ર બે જ કારણો છેઃ વધારે ફી અને ટોપ ૧૦%ને પણ સમાવવા માટે બેઠકોનો અભાવ’, તેમ કન્સલ્ટન્ટ મધુકાંત કૌશિકે જણાવ્યું હતું. રસપ્રદ રીતે, કન્સલ્ટન્ટના દાવા પ્રમાણે ‘વિદેશ’નું ટેગ પણ નાના શહેરોના ઉમેદવારોને આકર્ષિત કરે છે.

‘વિદ્યાર્થીઓ તેમના સંબંધીઓને તેઓ મેડિકલના અભ્યાસ માટે વિદેશ જઈ રહ્યા હોવાનું કહે છે. જેઓ આર્મેનિયા અને જ્યોર્જિયા જાય છે, તેઓ માત્ર કહે છે કે, તેઓ મેડિકલના અભ્યાસ માટે યુરોપ જઈ રહ્યા છે’, તેમ કન્સલ્ટન્ટે કહ્યું હતું. નેશનલ મેડિકલ કમિશને ભારતીયો જ્યાં જાય છે ત્યાં વિવિધ દેશોમાં મેડિકલ એજ્યુકેશનના લેન્ડસ્કેપને સમજવાનો પ્રયાસ કર્યો હતો અને અભ્યાસક્રમ અથવા સમયગાળામાં એકરૂપતા ન હોવાનું સમજાયું હતું.

ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ લાઇસેન્શિઅટ રેગ્યુલેશને ઉમેદવારો માટે ઓછામાં ઓછો ૪.૫ વર્ષનો વર્ક કોર્સ પૂરો કરવો જરૂરી હોવાનો નિયમ બહાર પાડ્યા બાદ તરત જ, ફિલિપિન્સ, તાશ્કેન્ટ અને આર્મેનિયાની કેટલીક યુનિવર્સિટીઓએ તેમનો કોર્સ ફરીથી બનાવ્યો હતો અને સમયગાળો વધાર્યો હતો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.