Western Times News

Gujarati News

અઝહર કિટલીએ જેલમાંથી વેપારીને કર્યા ધમકીભર્યા ફોન

જામીન કરાવવા લાખોના સેટિંગ માટે આશરે બે વાગે અઝહર કબુતરનો ભાઈ બબલુ તથા બીજા ત્રણેક માણસો લાકડીઓ અને છરીઓ લઈ આવ્યા હતા

અમદાવાદ,અવારનવાર જેલ પ્રશાસન તરફથી એવા દાવા કરવામાં આવે છે કે, જેલમાં આવતા કેદીઓ પાસે કોઈપણ પ્રકારની પ્રતિબંધિત વસ્તુ ન મળે તે માટે સઘન ચેકિંગ સહિતની કામગીરી કરવામાં આવે છે. પરંતુ તેમ છતાં અવારનવાર જેલમાંથી મોબાઈલ ફોન મળવાના કિસ્સા સામે આવી રહ્યા છે.

જેના લીધે જેલનું ભ્રષ્ટ તંત્ર ઉઘાડુ પડી રહ્યું છે. ત્યારે જુહાપુરાના કુખ્યાત અઝહર કિટલી પાસેથી તાજેતરમાં મોબાઈલ ફોન મળ્યો હતો જે બાબતે રાણીપ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. ત્યારે હવે અઝહર કિટલી સહીત છ લોકો સામે વેજલપુર પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ નોંધાઇ છે.

અઝહર કિટલી એ જેલમાં બેઠા બેઠા તેના ભાઈના મિત્ર એવા વેપારીને ફોન કરી પાંચ લાખ રૂપિયાની વ્યવસ્થા કરવા માટે ધમકીભર્યા અનેક ફોન કર્યા હતા. જે બાબતે વેજલપુરમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નથી તપાસ શરૂ કરી છે. શહેરના જુહાપુરામાં રહેતા જાકીર હુસેન શેખ, શેખ સ્વીટ નામની મીઠાઇની દુકાન ધરાવી વ્યાપાર કરે છે. તેઓનો મિત્ર સરફરાજ ઉર્ફે કિટલીના લીધે તેના નાના ભાઈ અઝહર ઉર્ફે કિટલીને ઓળખતો હતો અને ફોનમાં અવારનવાર વાતચીત થતા બંને સારા મિત્રો થયા હતા.

૩૦ જુલાઈના રોજ સાંજે ૬ઃ૩૦ વાગે ઝાકીરના ફોન ઉપર ફોન આવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ પોતે અઝહર કિટલી બોલે છે તેમ કહી અમારે જામીન કરાવવા માટે પાંચ લાખની જરૂર છે મારા ઘરે મોકલાવી દેજે તેમ કહેતા, જાકીરે આટલા બધા રૂપિયા મારી પાસે નથી હું તને આપી શકું તેમ નથી તેમ કહેતા અઝહર કિટલી એ ફોન મૂકી દીધો હતો. બાદમાં તા.૩ ઓગસ્ટના રોજ ૮ વખત ફોન આ અઝહર કિટલીએ કર્યો હતો.

બાદમાં તારીખ ૫, ૭, ૮ અને ૧૧ના રોજ પૈસા માંગવા માટે અઝહર કિટલીએ ફોન કર્યો હતો. ઝાકીરે ફોન ના ઉપાડતા તેને ધમકી આપતો હતો. બાદમાં તે જ દિવસે સાંજે ઝાકીર હુસેન પોતાની દુકાને હાજર હતો ત્યારે એક અજાણ્યો છોકરો તેની દુકાને આવ્યો હતો અને ફોન આપી અઝહર કિટલી સાથે વાત કરાવતા અઝહર કિટલીએ મારો ફોન કેમ ઉપાડતો નથી તેમ કહી પૈસા બાબતે ધમકી આપતા ઝાકીર હુસેન સિટીમાં જતો રહ્યો હતો.

તા. ૧૧મીએ રાતના ફરીથી ફોન આવવાના ચાલુ થઈ ગયા હતા. આમ અવારનવાર ગાળો બોલી અઝહર કિટલીએ પાંચ લાખની માંગણી કરી હતી અને અવારનવાર ધમકીઓ આપવા લાગ્યો હતો. ફરી એક વખત ફોન કરી અઝહર કિટલીએ ૧૦ મિનિટમાં તું મારા માણસોને મળવા અંબર ટાવર આવી જા નહીં તો મારા માણસો તારા ઘરે જઈને તારા ઘરના સભ્યોને જાેઈ લેશે તેમ કહેતા જાકીર હુસેન ગભરાઈ ગયો હતો અને ફોન કાપી નાખ્યો હતો.

ત્યારબાદ ઝાકીર હુસેનના ભાભીનો ફોન આવ્યો હતો અને જણાવ્યું કે, રાત્રે આશરે બે વાગે અઝહર કબુતરનો ભાઈ બબલુ તથા બીજા ત્રણેક માણસો લાકડીઓ અને છરીઓ લઈ આવ્યા હતા અને ગાળો બોલી દરવાજાને દંડા મારી નુકસાન કરી તોડફોડ કરી હતી.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.