અટલાદરા બ્રહ્માકુમારીઝ સેવા કેન્દ્રની વિવિધ સેવાકીય પ્રવૃતિઓ નિહાળતા વડોદરાના મેયર અને સાંસદ રંજનબેન ભટ્ટ
(માહિતી) વડોદરા, બ્રહ્માકુમારીઝ કેન્દ્ર, અટલાદરાના સંચાલિકા બી.કે. ડો. અરુણા દીદીને તાજેતરમાં મળેલ ડોક્ટરેટ ની પદવીના સન્માનમાં શહેરના મેયર તેમની ટીમ તથા સાંસદ સભ્ય રંજનબેનની ખાસ ઉપસ્થિતિમાં એક વિશેષ સન્માન સમારંભ યોજાયો હતો.
સન્માન સમારંભ સંસ્થાના મુખ્ય સંચાલિકા બી.કે. અરૂણાબેનને હાલમાં જ ૈં્સ્ વોકેશનલ યુનિવર્સીટીના ૮માં પદવીદાન સમારંભમાં ઈસરોના પૂર્વ અધ્યક્ષ ડો. શિવાન દ્વારા ડોકટર ઈન લિટરેચરની ડીગ્રી આપવામાં આવી હતી.
આ પ્રસંગે શહેરના પ્રથમ નાગરિક મેયર શ્રી પિન્કીબેન દ્વારા આ સંકુલમાં અદભુત શાંતિ ના અનુભવનો અહેસાસ વ્યક્ત કર્યો હતો. સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટએ જણાવ્યું હતું કે બ્રહ્માકુમારી અટલાદરા દ્વારા અનેક સામાજિક સેવા કાર્યો ચાલી રહ્યા છે. જે સરાહનીય છે. તેમની આ પ્રવૃત્તિ સમાજને એક નવો રાહ ચિંધશે.
આ પ્રંસગે ડેપ્યુટી મેયરશ્રી ચિરાગભાઈ બારોટ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડો. શીતલ મિસ્ત્રી, ૈં્સ્ વોકેશનલ યુનિવર્સીટીના ડો. અનિલ બેસિન પણ ખાસ હાજર રહ્યા હતા. તેઓએ રાજયોગ મેડિટેશનથી સંકલ્પ શક્તિ વધે છે તેવો પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે બ્રહ્માકુમારીઝ મંગલવાડી સબઝોન ઇન્ચાર્જ બી. કે. રાજદીદીએ આશીર્વચન આપી સૌને રાજયોગ મેડિટેશન માં જાેડાવવાનું આહવાન આપ્યું હતુ. સભાનું સંચાલન અટલાદરા સેન્ટરના સહ સંચાલિકા બી.કે. પૂનમદીદી દ્વારા કરવામાં આવ્યું હતું.