અટલાદરા BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે મહા અન્નકૂટનું આયોજન
અમદાવાદ, નવા વર્ષના મંગળ પ્રારંભે વડોદરા જીલ્લામાં આવેલા અટલાદરા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર (BAPS Swaminarayan temple, Atladra) ખાતે મહા અન્નકૂટનું અતિ વિરાટ આયોજન કરવામાં આવશે. એકજ સ્થળે ૩૫૦૦ શાકાહારી વાનગીઓનો મહા પ્રસાદ ધરાવવાનો રચાશે વિશ્વ વિક્રમ. ૧ લાખ દર્શનાર્થીઓ માટે દર્શનની વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. તેમ જ્ઞાનવત્સલ સ્વામીજી જણાવ્યું હતું. હાલમાં મંદિરમાં સંતો, સતસંગીઓ દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
3500 થી વધુ શાકાહારી વાનગીઓનો મહાપ્રસાદ ભગવાન સ્વામીનારાયણને ધરાવાશે. દર્શનનો લાભ લેવા માટે ગુજરાતભરમાંથી સતસંગીઓ ઉમટે પડશે જેના દર્શન માટેની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે.