Western Times News

Gujarati News

અટલ રેન્કિંગ ઑફ ઈન્સ્ટિટ્યૂશન ઓન ઈનોવેશન એચીવમેન્ટ એવોર્ડમાં જીટીયુ સમગ્ર દેશમાં ૭માં સ્થાને

અમદાવાદ, કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયના ઈનોવેશન સેલ દ્વારા સ્ટાર્ટઅપ, ઈનોવેશન , એન્ટરપ્રિન્યોરશિપ અને આઈપીઆર જેવી વિવિધ પ્રવૃત્તિને વેગ મળે તે હેતુસર વર્ષ-૨૦૧૯થી અટલ રેન્કિંગ ઑફ ઈન્સ્ટિટ્યૂશન ઓન ઈનોવેશન એચીવમેન્ટ એવોર્ડ (એરીયા) આપવાની શરૂઆત કરેલ છે.

વર્ષ-૨૦૨૦-૨૧ના એરીયા રેન્કિંગની જાહેરાત આજરોજ કેન્દ્રિય શિક્ષણ રાજ્યમંત્રી ડૉ. સુભાષ સરકાર દ્વારા કરવામાં આવી હતી. જેમાં ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીએ (જીટીયુ) ગવર્મેન્ટ એન્ડ ગવર્મેન્ટ એડેડ યુનિવર્સિટીની કેટેગરીમાં સમગ્ર દેશમાં ૭મું સ્થાન પ્રાપ્ત કર્યું છે.

આ પ્રસંગે એઆઈસીટીઈના ચેરમેન પ્રો. અનિલ સહસ્ત્રબુધ્ધે , શિક્ષણ મંત્રાલયના ઈનોવેશન સેલના ડિરેક્ટર શ્રી મોહીત ગંભીર અને ચીફ ઈનોવેશન ઓફિસર ડૉ અભય જેરે ઉપસ્થિત રહ્યા હતાં. જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે અભિનંદન આપતાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે જીટીયુની છેલ્લા ૧૧ વર્ષની સ્ટાર્ટઅપ , ઈનોવેશન , એન્ટરપ્રિન્યોરશિપ અને આઈપીઆર જેવી વિવિધ પ્રવૃત્તિને બિરદાવીને એરીયા રેન્કિંગમાં સ્થાન આપ્યું છે.

જે બદલ સમગ્ર જીટીયુ પરિવાર આનંદની લાગણી અનુભવે છે. જીટીયુના કુલસચિવ ડૉ. કે. એન. ખેરે જીઆઈસીના ડાયરેક્ટર ડૉ. સંજય ચૌહાણ , શ્રી તુષાર પંચાલ અને શ્રી રાજ હકાણીને આ બદલ અભિનંદન પાઠવ્યા હતાં.દેશભરમાંથી કુલ ૧૪૩૮ અરજીઓમાંથી જીટીયુ ૭માં ક્રમે રહીને રાજ્યનું નામ રોશન કર્યું છે.

“એરીયા” દ્વારા જીટીયુમાં છેલ્લા ૧૧ વર્ષથી ચાલાવવામાં આવતી સ્ટાર્ટઅપ,ઈનોવેશન, એન્ટરપ્રિન્યોરશિપ, આઈપીઆર, ડિઝાઈન થીંકીંગ ઉપરાંત સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ સપોર્ટ સિસ્ટમ, રીજનલ ઈન્યુબેશન સેન્ટર, જીઆઈસી ક્લબ અને સંકુલની વિવિધ પ્રવૃત્તિને ધ્યાનમાં લઈને ટોપ-૧૦માં જીટીયુની પસંદગી કરવામાં આવી છે.

રાજ્યમાંથી જીટીયુ સહિત ગુજરાત યુનિવર્સિટી પણ ૯માં ક્રમે રહીને ટોપ-ટેનમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. જે સમગ્ર રાજ્ય માટે ગૌરવની વાત છે. જેના થકી આગામી દિવસોમાં જીટીયુ જીઆઈસીને વિવિધ આયામ પર વિસ્તૃત સ્વરૂપે લાભ મળશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.