Western Times News

Gujarati News

અડધુ પાકિસ્તાન તીડથી ઘેરાઇ ગયું : ભારતના બાડમેરમાં પણ તીડ આતંક

જોધપુર, ભારત પાક બોર્ડર પર બે-ત્રણ મહીના સુધી તીડને ન મારવાનું હવે પાકિસ્તાનને ભારે પડી રહ્યું છે. અડધા પાકિસ્તાનને તીડ ઘેરી લીધું છે. ત્રણ દિવસ પહેલા ઇસ્લામાબાદમાં બોલાવાયેલ આપાતકાલિન બેઠકમાં તીડ નિયંત્રણ માટે પ૦ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. આ રકમમાંથી ૧ લાખ લીટર જંતુનાશક ચીનથી ખરીદવામાં અકિલા આવશે. આ દરમ્યાન, ૪ ડીસેમ્બરે, મુનાવાવમાં ભારત-પાકિસ્તાન વચ્ચે મીટીંગ થશે. પાકિસ્તાને ર૧ નવેમ્બરની મીટીંગ રદ કરી હતી. પાકિસ્તાને સપ્ટેમ્બર-ઓકટોબરમાં તીડ નિયંત્રણમાં ઢીલાશ રાખી ભારત તરફ હવા હોવાના કારણે તણે તીડના ઇંડાઓ પર હુમલો કરવાના બદલે તેમાંથી હોપર્સ નિકળવા દીધા, જે તારબંધીની નીચેથી થઇને ભારતમાં આવી ગયા, પણ ભારતે હોપર્સ અને તેમાંથી નીકળેલ તીડોનો બરાબર મૂકાબલો કર્યો.

નવેમ્બરની શરૂઆતમા મોસમ બદલાઇ અને તીડોએ પાકિસ્તાનના સિંધ અને બલૂચિસ્તાન પર હુમલો કર્યો. બંન્ને પ્રાંતોમાં તીડો હજુ પણ હુમલો કરી રહ્યા છે. ભારતમાં હવે તીડનો પ્રકોપ ફકત બાડમેરમાં છે જે આગામી સપ્તાહમાં ખતમ થઇ જશે. પાકિસ્તાને અત્યાર સુધીમાં પ હજાર હેકટરમાં એરીયલ સ્પ્રે કર્યો છે, જેમાં સુકુર વિમાન મથકે પડેલા એક વિમાનનો ઉપયોગ કરાયો હતો. મામલો ગંભીર થયા પછી ગયા અઠવાડીયે વધુ એક વિમાનને તીડ નિયંત્રણમાં લગાડાયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.