અડાલજમાંથી બે નરકંકાલ મળી આવતા ભારે ચકચાર

ગાંધીનગર, અડાલજ વિસ્તારમાંથી અવાવરું જગ્યા પરથી બે વ્યક્તિઓના કંકાલ મળી આવતા પોલીસ દોડતી થઇ હતી. અજણ્યા પુરુષ અને સ્ત્રીના આ કંકાલ હોવાનું પોલીસ માની રહી છે. જાેકે અડાલજ પોલીસે પ્રાથમિક તબક્કે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
ઉલ્લેખનીય છે કે અત્યંત વિકૃત હાલતમાં મળી આવેલા બે વ્યક્તિઓના આ કંકાલ પરથી પોલીસે હ્લજીન્ની મદદથી પોસ્ટમોર્ટમ કરાવ્યું અને ઘટનાસ્થળે થી ૨ સ્ત્રીની વીંટીઓ અને પુરુષના કપડાના અવશેષો કબજે લઇ તેની ઓળખ કરાવવા કવાયત હાથ ધરી છે.
પ્રાથમિક તબક્કે કંકાલની હાલત જાેઇ પોલીસ પણ ચોંકી ઉઠી પરંતુ પોલીસનું માનવું છે કે પહેલા આ વ્યક્તિઓની હત્યા કરી મૃતદેહને સળગાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોઈ શકે છે. જેથી પુરાવાનો નાશ થાય.
અંદાજિત સાતેક દિવસ પહેલા હત્યા કરી બન્ને માં મૃતદેહ અવાવરુ જગ્યાએ ફેંકી દીધા હોવાનું પોલીસ માની રહી છે. ત્યારે હાલ મૃતદેહના અવશેષો પરથી ઓળખ કરવા પોલીસે વીંટી અને પુરુષના પેન્ટના અવશેષો જાહેર કરી હકીકત અંગે જાણકારી આપે તેવી અપીલ કરી છે.SS1MS