અડાલજમાં શરૂ થયું ભોજનાલય, ફક્ત રૂ. ૨૦ માં સ્વાદિષ્ટ ભોજન
ગાંધીનગર પાસે અન્નપૂર્ણા ધામ ટ્રસ્ટ અને સ્વામિનારાયણ મંદિર અડાલજ દ્વારા અધતન ભોજનાલયનું નિર્માણ
(તસ્વીરઃ જનક પટેલ, ગાંધીનગર) ગાંધીનગર પાસેના અડાલજમાં રાજ્યસભાના સભ્ય નરહરિ અમીન અને તેમના સાથીદારો દ્વારા સંચાલિત શ્રી અન્નપૂર્ણાધામ માં તા. ૧૧ થી અધતન ભોજનાલય નો શુભારંભ થશે જ્યાં દરરોજ બપોરે માત્ર રૂ.૨૦ માં ભરપેટ સાત્વિક ભોજન જમાડવામાં આવશે કોઈપણ નાગરિક તેનો લાભ લઈ શકશે
સમસ્ત લેઉવા પાટીદાર સમાજના આરાધ્ય દેવીમાં અન્નપૂર્ણા ભોજનાલયનું ઉદ્ઘાટન રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી ના હસ્તે તા. ૧૧ શુક્રવારે સવારે ૧૦ઃ ૩૦ કલાકે કરવામાં આવશે દરરોજ સવારે ૧૧-૦૦ કલાકથી બપોરે ૨ વાગ્યા સુધીમાં ફક્ત રૂ. ૨૦ માં સ્વાદિષ્ટ ભોજન આપવામાં આવશે
દરરોજ રોટલી ,લીલુ શાક ,કઠોળ તેમજ દાળ- ભાત પિરસવામાં આવશે ધાર્મિક પ્રસંગો તેમજ તહેવારોના દિવસોમાં ફરસાણ તેમજ મીઠાઇ પણ આપવામાં આવશે આ અધતન ભોજનાલય અન્નપૂર્ણા મંદિર ની સામે, સ્વામિનારાયણ ફાર્મ, અડાલજ -કોબા રોડ ,મુઃઅડાલજ, તા.જી.ગાંધીનગર ખાતે આવેલ છે.*