અઢી લાખથી વધુ દીકરીઓને સેનેટરી પેડ ઉપરાંત અન્ય સાધન-સહાયનું વિતરણ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સોમવારે રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના બિલિયાડા ખાતે PAN Health & Hygiene કંપનીના હેલ્થ અને વેલનેસ પ્રોડક્ટ્સના પ્લાન્ટનું ઉદ્દઘાટન કરી નવનિર્મિત પ્લાન્ટની મુલાકાત લીધી હતી.
મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના મંત્રીશ્રીઓ અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આયોજિત ઉદઘાટન સમારોહમાં કંપની દ્વારા અઢી લાખથી વધુ દીકરીઓને સેનેટરી પેડ ઉપરાંત અન્ય સાધન-સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ગુજરાતે હોલીસ્ટિક હેલ્થકેરની પ્રણાલીને આત્મસાત કરી છે. તેમણે રાજ્યની સુદ્રઢ આરોગ્ય વ્યવસ્થાની સાથે હેલ્થકેર પ્રોડક્ટના ઉત્પાદનમાં ગુજરાતની પ્રગતિનો ઉલ્લેખ કરતા વિવિધ ક્ષેત્રે કંપનીની કામગીરીને બિરદાવી હતી.
