અણખી વાવલી મેલડી માતાજી મંદિરનો પાટોત્સવ ઉજવાયો

(પ્રતિનિધી) ભરૂચ, વાવલી ગામ જવાના રસ્તે મા મેલડી માતાજીનું મંદિર આવેલ છે.જેનો ચોવીસ મો પાટોત્સવની ભવ્યાતિભવ્ય ધાર્મિક કાર્યક્રમો સાથે ઊજવણી કરવામાં આવી જેનો મોટી સંખ્યામાં માઈ ભક્તોએ લાભ લીધો હતો.
જંબુસર તાલુકાના વાવલી જવાના માર્ગે વર્ષો જૂનું છ સાત પેઢી પહેલાંનુ મેલડી માતાજીનું મંદિર આવેલ છે આ જગ્યાએ રબારી સમાજ સહિતના બાળકો ગાયો બકરીઓ ચરાવવા આવતા આ દીકરાઓ ચૈત્ર વૈશાખના બપોરના સમયે કોઠુ તોડ્યું નારિયેલ બનાવવા,ત્યાં માતાજીએ કોઠા માંથી નારિયેલ બનાવી દીધું કાદવની ડાખલી ડાખલી ને ખાખરના પળ અને વેલથી ડાખલી બાંધી તે પણ સાચી બની ગઈ હતી.તે સહિત માતાજીના પરચાની લોકવાયકા છે.
ત્યારથી આ મંદિરે ભુવાજી ભવનભાઈ અમરાભાઈ સેવા પૂજા કરતા ત્યાર બાદ ભૂવાજી મેલાભાઈ લાખાભાઈ હાલ સેવા પૂજા કરે છે પેહલા નાની ડેરી હતી.ત્યાર બાદ સમસ્ત રબારી સમાજ સહિત માઈ ભક્તોના સહકારથી મંદિરનું ત્રેવીસ વર્ષ પૂર્વે નવનિર્માણ કરવામાં આવ્યું હતું.
ત્યારથી મંદિરે પાટોત્સવની ઉજવણી કરવામાં આવે છે.હાલ ચોવીસ માં પાટોત્સવની ભક્તિભાવપૂર્વક વિવિધ ધાર્મિક કાર્યક્રમો થકી ઉજવણી કરવામાં આવી હતી.
ઉજવણી પ્રસંગે સવારે માંડવાની થાંભલી યજ્ઞા પૂજાવિધિ નવચંડી યજ્ઞ મહાપ્રસાદી સહિત રાત્રે મેલડી માતાજીનો લીલુડો માંડવો યોજાયો હતો.સદર ધાર્મિક કાર્યક્રમોમાં અણખી સરપંચ, અણખી વાવલી ગામના અગ્રણીઓ સમસ્ત રબારી સમાજ અગ્રણી ભાઈ બહેનો મોટી સંખ્યામાં હાજર રહી માતાજીના દર્શન પૂજનનો લાભ લીધો હતો.