અતુલ ઓટોએ CSC ગ્રામીણ ઈસ્ટોર્સ સાથે ભાગીદારી કરી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/07/Atul-cng-1024x937.jpg)
ગ્રામ્ય સ્તરના યુવા ઉદ્યોગસાહસિકો થકી ગ્રામીણ વિસ્તારોમાં ડિજિટલ ઓર્ડરીંગ અને ડિલિવરીને પ્રોત્સાહન આપવા માટેની અનન્ય પહેલ
અમદાવાદ, અતુલ ઓટો લિમિટેડ અગ્રણી થ્રી-વ્હીલર ઓઈએમ પૈકીની સૌપ્રથમ કંપની છે જેણે ગ્રામીણ વિસ્તારોમાં ડિજિટલ ઓર્ડરીંગ અને ડિલિવરીને પ્રોત્સાહન આપવા માટે સીએસસી ઈગવર્નન્સ સર્વિસીઝ ઈન્ડિયા લિમિટેડની ઈ-કોમર્સ પહેલ સીએસસી ગ્રામીણ ઈસ્ટોર સાથે હાથ મિલાવ્યા છે.
આ ભાગીદારીના ભાગરૂપે ઓટોકંપનીની પ્રોડક્ટ રેન્જ સીએસસી ગ્રામીણ ઈસ્ટોર પર લિસ્ટ થશે અને ગ્રામીણ સ્તરના પ્રતિભાશાળી ઉદ્યોગસાહસિકો થકી ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોમાં સંભવિત ગ્રાહકો સુધી ઉપલબ્ધ બનશે.
ડો. દિનેશ ત્યાગી, એમડી-સીએસસી એસપીવી, શ્રી રાજા કિશોર, સીઓઓ-સીએસસી ગ્રામીણ ઈસ્ટોર, શ્રી નીરજ ચંદ્રા, ડિરેક્ટર, અતુલ ઓટો લિમિટેડ અને શ્રી પુષ્કર સિંહા, વાઈસ પ્રેસિડેન્ટ, સેલ્સ એન્ડ માર્કેટિંગ, અતુલ ઓટો લિમિટેડ દ્વારા આ સંયુક્ત ડિજિટલ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે અતુલ ઓટો લિમિટેડના ડિરેક્ટર શ્રી નીરજ ચંદ્રાએ જણાવ્યું હતું કે ગ્રામ્ય સ્તરના ઉદ્યોગસાહસિકો થકી થ્રી-વ્હીલ્ડ પ્રોડક્ટ્સની વિશાળ રેન્જની માંગ ઊભી કરવા માટે અતુલ ઓટો લિમિટેડે એક મજબૂત પ્રક્રિયા વિકસાવી છે. આ ઉદ્યોગસાહસિકો સીએસસી ગ્રામીણ ઈસ્ટોર્સ પર પ્રોડક્ટને લિસ્ટ કરવામાં મદદરૂપ થશે.
તેઓ નજીકની અતુલ ઓટો ઓથોરાઈઝ્ડ ડીલરશીપની મદદથી ગ્રામીણ વિસ્તારોમાં ગ્રાહકોને પ્રોડક્ટ્સ અંગે પ્રોત્સાહન આપશે, પૂછપરછ મેળવશે તથા વેચાણની પ્રક્રિયા સરળ બનાવશે.
શ્રી પુષ્કર સિંહા, વાઈસ પ્રેસિડેન્ટ, સેલ્સ એન્ડ માર્કેટિંગ, અતુલ ઓટો લિમિટેડે જણાવ્યું હતું કે દેશમાં 5,000થી વધુ તાલુકા છે. ગ્રામ્ય સ્તરના ઉદ્યોગસાહસિકોના સીએસસી ગ્રામીણ ઈસ્ટોર નેટવર્ક થકી અમારી સીએનજી, એલપીજી, ડિઝલ અને ઈલેક્ટ્રિક થ્રી-વ્હીલર્સની વિશાળ રેન્જનું માર્કેટિંગ કરવાથી વણખેડાયેલા બજારો સુધી પહોંચવા માટે શ્રેષ્ઠ તક ઊભી થઈ છે.
ગ્રામ્ય સ્તરના ઉદ્યોગસાહસિકો માટે પણ આ લાભદાયક સ્થિતિ છે જેઓ 22 રાજ્યોમાં 500થી વધુ ટચપોઈન્ટ્સના અમારા વિશાળ નેટવર્ક સાથે જોડાયેલા છે.