અતુલ ગ્રામ પંચાયત કપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જલારામ નગર આર્યન ગ્રુપ વિશાલ નાયકાની ટીમ વિજેતા
(પ્રતિનિધિ)વલસાડ, ઉલ્હાસ જિમખાના આયોજીત અતુલ ગ્રામ પંચાયત કપ ક્રિકેટ ટૂર્નામેન્ટનું તા.૨૫/૦૩/૨૦૨૪ સોમવારનાં રોજ આયોજન કરવામાં આવ્યું હતું. આ ટૂર્નામેન્ટની માહિતિ આપતાં ઉલ્હાસ જિમખાનાનાં જનરલ સેક્રેટરી શ્રી જે.ડી.પટેલે જણાવ્યું હતું કે આ ટૂર્નામેન્ટમાં અતુલ ગ્રામ પંચાયતની ૧૬ ટીમોએ ભાગ લીધો હતો.
તે પૈકી ફાયનલ મેચ જલારામ નગર (આર્યન ગ્રુપ) વિશાલ નાયકાની ટીમ વિરુધ્ધ નવયુગ – મ્ બ્રિજેશ નાયકાની ટીમ વચ્ચે રમાઈ હતી. તેમાં જલારામ નગર વિશાલ નાયકાની ટીમ વિજેતા થઈ હતી. મેન ઓફ ધી મેચ, બેસ્ટ બેટ્સમેન તરીકેનાં બંને ઈનામો જલારામ નગર ટીમનાં ખેલાડીઓ શ્રી આયુષ નાયકાનાં ફાળે ગયા હતા.. સાથે બેસ્ટ બોલર, બેસ્ટ ફીલ્ડર તરીકેનાં ઈનામ પણ જલારામ નગરનાં ખેલાડીઓ અનુક્રમે અભિ નાયકા અને જિગ્નેશ નાયકાનાં ફાળે ગયા હતા.
હેટ્રિક વિકેટ તેમજ વધુ ૬ મારનાર નવયુગ – મ્ નાં ખેલાડી શ્રી બ્રિજેશ નાયકાનાં ફાળે ગયા હતા. ઉદ્ઘાટન તથા ઈનામ વિતરણ પ્રસંગે પધારેલ મહાનુભાવો અતુલ ગામનાં સરપંચ વિક્રમ નાયકા, સભ્યશ્રી સુરેંદ્ર છલોત્રે, નવીન હરિયાવાલા, અજિત વશી, ઉલ્હાસ જિમખાના પ્રેસિડન્ટ વિવેક ગદરે સાહેબ, માજી સરપંચ જયાબેન, માજી સરપંચ મહેન્દ્ર નાયકા અક્ષય નાયકા,
ભાર્ગવ દવે, દર્શન નાયકા, અતુલનાં વાઈસ પ્રેસિડન્ટ શ્રીરામામૂર્તિ સાહેબ , ઉલ્હાસ જિમખાનાનાં ટ્રેઝરર નિતિન દેસાઈ, જનરલ સેક્રેટરી જે.ડી.પટેલનાં શુભ હસ્તે વિજેતા, ઉપવિજેતા ટીમોને તથા સુંદર દેખાવ કરનાર ખેલાડીઓને રોકડ પુરસ્કાર તથા ટ્રોફીઓ એનાયત કરવામાં આવી હતી.