અત્યાચાર બાદ પત્નીનાં મોતના કેસમાં પતિની ધરપકડ
રાજકોટ, ભાવનગર જિલ્લાની એક સરકારી કોલેજના ૫૦ વર્ષીય પ્રોફેસરની પત્ની પર લગભગ પાંચ વર્ષ સુધી શારીરિક અને માનસિક રીતે ત્રાસ આપ્યા બાદ મોત થતાં ધરપકડ કરવામાં આવી છે. તળાજા નગરમાં સરકારી કોલેજમાં કામ કરતા પ્રોફેસર દેવજી મારુએ કથિત રીતે તેની પત્ની હંસા (૩૭)ને ઘરમાં ગોંધી રાખીને તેણીને નિયમિત રીતે માર માર્યો અને તેણીને દિવસો સુધી ભૂખી રાખી જેના કારણે તેણીની તબિયત બગડી હતી.
આ દંપતી તેમના ૧૪ વર્ષના પુત્ર સાથે તળાજા નજીકના થલિયા ગામમાં રહેતું હતું. ૨૯ એપ્રિલના રોજ કેટલાક પડોશીઓએ તેની તબિયત વિશે જાણ્યું અને મારુને તેને હોસ્પિટલમાં દાખલ કરવા કહ્યું. તેણીને ગંભીર એનિમિયા સાથે મહુવા શહેરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
પોલીસે જણાવ્યું હતું કે મારુએ કથિત રીતે તેણીને વધુ સારવાર માટે અમદાવાદ લઈ જવાના બહાને હોસ્પિટલમાંથી બળજબરીથી રજા અપાવી હતી. જાે કે, તેણીને હોસ્પિટલ લઈ જવાને બદલે ઘરે લઈ ગયો અને તેણીને એક રૂમમાં બંધ કરી દીધી અને ચાલ્યો ગયો.
દરમિયાન ગીર-સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાં રહેતા હંસાના ચાર ભાઈઓ તેની તબિયત તપાસવા મહુવા હોસ્પિટલ પહોંચ્યા હતા. ત્યાં તેઓને મહુવાના કેટલાક પડોશીઓ પાસેથી જાણવા મળ્યું કે તેણીને અમદાવાદ લઈ જવામાં આવી નથી અને તેને ઘરમાં ગોંધી રાખવામાં આવી છે.
જેથી ભાઈઓએ તળાજા પોલીસની મદદ લીધી અને તેણીના ઘરે ગયા જ્યાં તેણી બેભાન પડી હતી. તેણી તાત્કાલિક જૂનાગઢ લઇ જઇ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
જાે કે, ૧૨ મેના રોજ હંસાનું અવસાન થયું હતું. પોલીસે જણાવ્યું કે દેવજી અને હંસાના લગ્ન ૧૬ વર્ષ પહેલા થયા હતા. ત્યારબાદ તેણે ધાસા નગરની એક કોલેજમાં ૨,૫૦૦ રૂપિયાની નોકરી સાથે શરૂઆત કરી હતી. તેણે કથિત રીતે તેના પિતા પાસેથી પૈસા મેળવવા માટે તેણીને ત્રાસ આપવાનું શરૂ કર્યું. હંસાના ભાઈ અને પિતાએ આર્થિક મદદ કરી અને દંપતીને આખા વર્ષનું અનાજ અને અન્ય કરિયાણું આપ્યું કારણ કે તેમનો પગાર નજીવો હતો.
બાદમાં દંપતી સુરત ગયા અને મારુએ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (જીપીએસસી)ની પરીક્ષા પણ પાસ કરી. પાંચ વર્ષ પહેલા તળાજાની કોલેજમાં નોકરી મળ્યા બાદ તેઓ મહુવા શિફ્ટ થયા હતા અને ભાડાના મકાનમાં રહેતા હતા. જાે કે, મારુએ તેણીને મારપીટ કરીને અને તેણીને દિવસો સુધી ભૂખી રાખીને સખત ત્રાસ આપવાનું ચાલુ રાખ્યું. તેણે કથિત રીતે પ્લોટ ખરીદવા માટે પત્નીના તમામ સોનાના દાગીના પણ વેચી દીધા હતા.
દરમિયાન મારુને ખબર પડી કે તેની પત્નીના પિતાએ કોડીનારમાં મોટી જમીન વેચી દીધી છે જેથી તેણે મકાન બનાવવા માટે પૈસા મેળવવા માટે દબાણ કરવાનું શરૂ કર્યું. તેના પિતાએ ત્રણ લાખ રૂપિયા આપ્યા હતા જ્યારે ચાર ભાઈઓએ ૧.૫ લાખ રૂપિયા મળી કુલ ૯ લાખ રૂપિયા આપ્યા હતા. મારુએ પત્નીના સૌથી નાના ભાઈ રઘુને પણ એક વર્ષ સુધી ઘર બાંધવામાં મજૂર તરીકે કામ કરવા દબાણ કર્યું હતું.
તળાજા પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર આર.ડી. ચૌધરીએ જણાવ્યું કે તળાજા પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ મારુને ૨૦૨૦માં કોલેજની યુવતી સાથે પ્રેમ થઈ ગયો હતો અને તેણે તેની પત્નીને ટોર્ચર કરવાનું ચાલુ રાખ્યું હતું.SSS