અથડાઈને પડેલા બેટસમેનને વિકેટકીપરે રન આઉટ ન કર્યો
નવી દિલ્હી, ક્રિકેટમાં મેદાન પર હરિફ ખેલાડીઓ વચ્ચે બોલાચાલી અને સ્લેજિંગ વચ્ચે ખેલદિલીના દ્રશ્યો પણ ક્યારેક નજરે પડી જતા હોય છે. આયરલેન્ડ અને નેપાળ વચ્ચે ૧૪ ફેબ્રુઆરીએે રમાયેલી ટી.૨૦ મેચમાં નેપાળના વિકેટ કિપર બેટસમેન આસિફ શેખે બતાવેલી સ્પોર્ટસમેન સ્પિરિટને ક્રિકેટ ચાહકો સલામ કરી રહ્યા છે.
આ મેચમાં આયરલેન્ડની બેટિંગ વખતે નેપાળી બોલર કમલ સિંહની બોલિંગમાં બેટસમેન માર્ક એડાયરે મોટો શોટ રમવાની કોશિશ કરી હતી પણ બોલ બહુ દુર જઈ શક્યો નહોતો.
દરમિયાન નોન સ્ટ્રાઈક પર ઉભેલા બેટસમેન એન્ડી મેક બ્રાઈન રન લેવા માટે દોડવા માંડ્યો હતો.દરમિયાન બોલર પોતાની નજીક જ બોલ હોવાથી બોલને પકડવા માટે ભાગ્યો હતો.
આ દરમિયાન બોલર અને બેટસમેન અથડાયા હતા.બંને પડી ગયા હતા.જાેકે બોલર પહેલો ઉઠી ગયો હતો અને બોલ પકડીને તેણે વિકેટ કિપર આસિફન આપ્યો હતો. બીજી તરફ બેટસમેન જમીન પરથી ઉભો થઈને ક્રિઝમાં પહોંચી શકે તેવી કોઈ સંભાવના નહોતી.જાેકે આસિફે દરિયાદિલી દાખવીને બેટસમેનને રનઆઉટ કર્યો નહતો.તેણે બોલ ફરી બોલર તરફ મોકલી દીધો હતો.
એ પછી આયરલેન્ડના બેટસમેને વિકેટકીપરનો આભાર માન્યો હતો.આ વિડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મેચ આયરલેન્ડે ૧૬ રનથી જીતી લીધી હતી.આયરલેન્ડના ૧૨૭ રનના જવાબમાં નેપાળની ટીમ ૧૧૧ રન જ બનાવી શકી હતી.SSS