Western Times News

Gujarati News

અથિયા શેટ્ટીને હવે વધુ એક ફિલ્મ હાથ લાગી: અહેવાલ

મુંબઇ, બોલિવુડમાં નવી અભિનેત્રીઓ વચ્ચે ગળા કાપ સ્પર્ધા હોવા છતાં અભિનેતા સુનિલ શેટ્ટીની પુત્રી અથિયા લાંબી ઇનિગ્સ રમવા માટે આશાવાદી બનેલી છે. તે સારી ફિલ્મોમાં કામ કરવા માટે ઇચ્છુક છે. અથિયા શેટ્ટી તમામ નવા કલાકારો સાથે કામ કરવા માટે આશાવાદી છે. હાલમાં તેની બોલબાલા દેખાઇ રહી નથી.

જો કે તેને વચ્ચેના ગાળામાં ફિલ્મો મળતી રહે છે. હવે તેની પાસે વધુ એક ફિલ્મ આવી ગઇ છે. જેમાં તે ટાઇટલ રોલ કરનાર છે. હોપ સોલો નામની ફિલ્મમાં તે કામ કરવા જઇ રહી છે. જેને લઇને તે તમામ તૈયારીમાં લાગી ગઇ છે. થોડાક સમય પહેલા કોમેડી ફિલ્મ મુબારકાને બોક્સ ઓફિસ પર સફળતા મળતા સેક્સી અથિયા શેટ્ટી હવે બોલિવુડમાં લાંબી ઇનિગ્સ રમવા માટે ઇચ્છુક છે. આશાસ્પદ સ્ટાર અને વિતેલા વર્ષોના લોકપ્રિય સ્ટાર સુનિલ શેટ્ટીની પુત્રી અથિયા શેટ્ટીનુ કહેવુ છે કે તે આગામી સમયમાં એક્શન ફિલ્મમાં કામ કરવા માટે તૈયાર છે. હાલમાં રજૂ થયેલ નવી એડમાં તે એક બાઇકમાં નજરે પડી રહી છે. વિતેલા વર્ષોના સુપરસ્ટાર અભિનેતામાં સામેલ રહેલા સુનિલ શેટ્ટીની પુત્રી અથિયા શેટ્ટી પાસે હાલમા કોઇ મોટી ફિલ્મ આવી રહી નથી.

અથિયા મુબારકામાં પીઢ અભિનેતા અનિલ કપુર, અર્જૂન કપુર અને ઇલિયાના ડી ક્રુઝની સાથે નજરે પડી હતી. અનિલ કપુર લાંબા સમય બાદ ફિલ્મમાં નજરે પડ્યો હતો. આ ફિલ્મ ગયા વર્ષે ૨૮મી જુલાઇના દિવસે રજૂ કરવામાં આવી હતી ત્યારબાદથી ફિલ્મને સફળતા મળી હતી. સુનિલ શેટ્ટીની પુત્રી અથિયાએ નિખિલ અડવાણી દ્વારા નિર્દેશિત રોમેÂન્ટક એક્શન ફિલ્મ હિરો સાથે બોલિવુડમાં પ્રવેશી હતી. વર્ષ ૨૦૧૫માં આ ફિલ્મ રજૂ કરવામાં આવી હતી. ફિલ્મમાં અભિનેત્રી તરીકે અથિયાની સાથે અભિંનેતા તરીકે ફિલ્મમાં સુરજ પંચોલીએ ભૂમિકા અદા કરી હતી. આ ફિલ્મ પીઢ ફિલ્મ નિર્માતા સુભાષ ઘાઇની વર્ષ ૧૯૮૩માં આવેલી ફિલ્મની રિમેક હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.