Western Times News

Gujarati News

અથિયા શેટ્ટી અને કેએલ રાહુલ ખૂબ જલ્દી લગ્ન કરશે

મુંબઈ, ભારતીય ક્રિકેટર કેએલ રાહુલ અને અથિયા શેટ્ટી એકબીજાને ડેટ કરી રહ્યા હોવાના ઘણા સમયથી સમાચાર હતા, પરંતુ બંનેએ આ વાત સ્વીકારી નહોતી. નવેમ્બર મહિનામાં અથિયા શેટ્ટીને બર્થ ડે પર વિશ કરતાં કેએલ રાહુલે તેઓ રિલેશનશિપમાં હોવાની વાત પર મહોર મારી હતી.

અથિયા શેટ્ટી અને કેએલ રાહુલના સંબંધો ઓફિશિયલ થયા બાદ સુનીલ શેટ્ટીના ઘરે ખૂબ જલ્દી લગ્નની શરણાઈ વાગવાની છે. કેએલ રાહુલ પહેલીવાર સમગ્ર શેટ્ટી પરિવાર સાથે જાહેરમાં દેખાયો હતો અને ગર્લફ્રેન્ડ અથિયા સાથે ખુશી-ખુશી પોઝ આપ્યા હતા.

રિપોર્ટ પ્રમાણે, અથિયા અને કેએલ રાહુલ ટી૨૦ વર્લ્‌ડ કપ ખતમ થયા બાદ સંબંધોને આગળ લઈ જઈ પતિ-પત્ની બનવાનું પ્લાનિંગ કરી રહ્યા હતા. પરંતુ કદાચ ટુર્નામેન્ટમાં ભારતની હાર અથવા તો ભારતીય ટીમ માટે ક્રિકેટરે લગ્નપ્રસંગને મુલતવી રાખ્યો છે. બુધવારે, કેએલ રાહુલ શેટ્ટી પરિવાર સાથે ફિલ્મ ‘તડપ’ના પ્રીમિયરમાં ઉપસ્થિત રહ્યો હતો.

ફોટોગ્રાફર્સ જ્યારે તસવીરો ક્લિક કરી રહ્યા હતા ત્યારે કેએલ રાહુલ બે મિનિટ માટે ક્યાં ઉભા રહેવું તે અંગે મૂંઝવણમાં મૂકાઈ ગયો હતો. જે કે, સુનીલ શેટ્ટીએ તરત જ તેને અથિયાની બાજુમાં ઉભા રહેવા માટેનો ઈશારો કર્યો હતો.

જેમાં અહાન શેટ્ટીની ગર્લફ્રેન્ડ તાન્યા શ્રોફ પણ સામેલ હતી. ફેમિલી તસવીર બાદ કેએલ રાહુલ અને અથિયા શેટ્ટીએ સાથે પોઝ આપ્યા હતા, આ દરમિયાન એક્ટ્રેસ ખુશ દેખાતી હતી. અથિયા અને કેએલ રાહુલ આ દરમિયાન કેઝ્‌યુલ લૂકમાં જાેવા મળ્યા હતા અને બંને સાથે ‘મેડ ફોર ઈચ અધર’ લાગી રહ્યા હતા.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.