અથિયા શેટ્ટી અને ક્રિકેટર રાહુલે સાથે કેમ્પેન કર્યું
અથિયા રાહુલને ડેટ કરી રહી હોવાની ચર્ચા ચાલી રહી છે, જાેકે તેમણે પોતાની રિલેશનશીપ ખુલીને સ્વીકારી નર્થી
મુંબઈ: સુનિલ શેટ્ટીની દીકરી અને એક્ટ્રેસ અથિયા શેટ્ટી ક્રિકેટર કે.એલ. રાહુલને ડેટ કરી રહી હોવાની ચર્ચા ખાસ્સા સમયથી ચાલી રહી છે. અથિયા અને રાહુલ બર્થ ડે જેવા ખાસ દિવસો ઉપરાંત ક્યારેક એકબીજા સાથે તસવીરો શેર કરીને ફેન્સને ખુશ કરી દે છે. જાેકે, તેમણે પોતાની રિલેશનશીપ આજ સુધી ખુલીને સ્વીકારી નથી. હાલમાં જ અથિયાએ રાહુલ સાથે તસવીરો શેર કરીને ફેન્સને સરપ્રાઈઝ આપી હતી. હકીકતે, અથિયા અને રાહુલ એક ઉમદા કેમ્પેન માટે જાેડાયા છે.
તેના માટે જ અથિયાએ રાહુલ સાથેની તસવીરો શેર કરી છે. રાહુલ સાથે જાેડાઈને અથિયા ગર્વ અનુભવી રહી છે તેમ તેણે પોસ્ટ દ્વારા જણાવ્યું હતું. તસવીર અથિયા રાહુલના ખભા પર હાથ રાખીને પોઝ આપતી જાેવા મળે છે. આ તસવીરમાં બંને ખૂબ જ સ્ટાઈલિશ લાગી રહ્યા છે. અથિયાએ આ તસવીરો શેર કરતાં જ મિત્રો અને ફેન્સ કોમેન્ટ કરવા લાગ્યા હતા. સૌએ આ તસવીરો પર અઢળક પ્રેમ વરસાવ્યો હતો.
કથિત કપલની આ તસવીર જાેતાં ફેન્સ પોતાનો ઉત્સાહ કાબૂ નહોતા કરી શકતાં. તેમણે તો એવો પણ અંદાજાે લગાવી લીધો કે અથિયા અને રાહુલ તેમની રિલેશનશીપ ઓફિશિયલ કરવાની હિંટ આપી રહ્યા છે. ફેન્સ ઉપરાંત અમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યા નવેલી નંદા, ટાઈગર શ્રોફની બહેન ક્રિષ્ના શ્રોફ, પંખુડી શર્મા, મુકેશ છાબરા, હાર્દિક પંડ્યા વગેરે જેવા સેલેબ્સે પણ હાર્ટ ઈમોજી દ્વારા કોમેન્ટ કરી હતી.
અથિયા અને ઈન્ડિયન ક્રિકેટર કે.એલ. રાહુલની ડેટિંગની ચર્ચા વિશે વાત કરીએ તો, થોડા દિવસ પહેલા જ અથિયાએ પોતાની મોનોક્રોમ તસવીર શેર કરી હતી. જેમાં બેકગ્રાઉન્ડમાં બેરિકેડ્સ જાેવા મળે છે. ત્યારે કે.એલ. રાહુલે પણ ઈંગ્લેન્ડથી એક તસવીર શેર કરી હતી અને તેમાં પણ આ પ્રકારના જ બેરિકેડ્સ દેખાતા હતા. આ પરથી ફેન્સે તાર જાેડીને અંદાજાે લગાવી દીધો કે, અથિયા પણ રાહુલ સાથે ઈંગ્લેન્ડમાં છે.