અથિયા શેટ્ટી ક્રિકેટર રાહુલના પ્રેમમાં હોવાના હેવાલ મળ્યા
મુંબઇ, સ્ટાર ક્રિકેટર કેએલ રાહુલ અને અભિનેત્રી અથિયા શેટ્ટી એકબીજાના પ્રેમમાં હોવાના હેવાલ મળ્યા છે. હાલમાં બંને સંબંધોને લઇને કોઇ માહિતી આપવા માટે ઇચ્છુક નથી. જા કે રાહુલ અને આથિયા શેટ્ટી છેલ્લા કેટલાક સમયથી મિત્રોની પાર્ટીમાં એક સાથે નજરે પડી રહ્યા છે. એમ માનવામાં આવે છે કે બંને વચ્ચે મિત્રતા જારદાર છે અને સંબંધ મિત્રતાથી આગળ છે. છેલ્લા કેટલાક દિવસથી એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો હતો કે રાહુલ આલિયા ભટ્ટની બેસ્ટ ફ્રેન્ડ આંકાક્ષા રંજન કપુરના પ્રેમમાં છે. એમ પણ કહેવામાં આવે છે કે આકાંક્ષા અથિયાની પણ ફ્રેન્ડ છે. તેના દ્વારા જ અથિયા અને રાહુલ વચ્ચે મિત્રતા થઇ હતી. ત્યારબાદ બંને એકબીજાને મળવા લાગી ગયા હતા. અથિયા અને રાહુલના નજીકના લોકોનુ કહેવુ છે કે બંને એકીબીજાના બેસ્ટ ફ્રેન્ડ છે. સાથે સાથે એકબીજાને પસંદ કરે છે.
જો કે હાલમાં એકબીજાના પ્રેમમાં નથી. કેએલ રાહુલનુ નામ પહેલા અભિનેત્રી નિધી અગ્રવાલની સાથે જાડાયુ હતુ. તેનુ નામ મોડલ ઇલિગ્જર નાહરની સાથે પણ જાડાયુ હતુ. બીજી બાજુ અથિયા શેટ્ટીનુ નામ કેનેડાની રેપર ડ્રેકની સાથે જાડાઇ ચુક્યુ છે. અથિયા શેટ્ટી હાલમાં કોઇ વધારે ફિલ્મમાં કામ કરી રહી નથી. તેની પાસે ચોક્કસપણે ફિલ્મો તો આવી રહી છે. જા કે તે ટોપ સ્ટારમાં સામેલ થઇ રહી નથી. અથિયા શેટ્ટીએ પોતાની બોલિવુડ કેરિયરની શરૂઆત હિરો ફિલ્મ સાથે કરી હતી. જેમાં સુરજ પંચોલીની મુખ્ય ભૂમિકા હતી. સુરજ પંચોલી આદિત્ય પંચોલીનો પુત્ર છે. જ્યારે અથિયા શેટ્ટી એક્શન સ્ટાર સુનિલ શેટ્ટીની પુત્રી છે. તે હાલમાં કેટલાક આઇટમ સોંગમાં પણ કામ કરી ચુકી છે. અથિયા બોલિવુડમાં લાંબી ઇનિગ્સ રમવા ઇચ્છુક છે.