અદાણીએ અંબાણીની સાઈડ કાપી, બન્યાં ભારતના સૌથી ધનાઢ્ય વ્યક્તિ

મુંબઇ, ભારતના ઉદ્યોગ જગત પર આમ તો ઘણા સમયથી આ બે ગુજરાતી ઉદ્યોગપતિઓનું એકચક્રી શાસન ચાલે છે. હવે અદાણીના આગળ નીકળી જવાથી ગુજરાતી ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને ગુજરાતમાંથી જ પડકાર મળ્યો છે.
દાયકાઓથી ચાલ્યા આવતા મુકેશ અંબાણીના સામ્રાજ્યને અદાણીની આ આગેકૂચથી પડકાર મળ્યો છે. શક્ય છે કે ફરીથી શેરના ભાવ ઊંચકાતા અંબાણી આગળ નીકળી જાય. પરંતુ હાલ તો ગૌતમ અદાણી સૌ કોઈની સાઈડ કાપી લીધી છે.
અમેરિકામાં જેફ બેઝોસ અને ઈલોન મસ્ક વચ્ચે પ્રથમ ક્રમ માટે જે રીતે ઊતાર-ચડાવ ચાલતો રહે છે, તેવી જ સ્થિતિ હવે ભારતમાં પણ સર્જાઈ છે.
શેરબજારમાં સતત ધોવાણથી બેએક દિવસમાં મુકેશ અંબાણીના તાબાની કંપનીઓના માર્કેટ કેપમાં ૫૫૦૦૦ કરોડ રૂપિયાથી વધારેનો ઘટાડો થયો હતો. બીજી તરફ અંબાણી અને અદાણી વચ્ચે સંપત્તિમાં તફાવત પોણો લાખ કરોડ જેટલો જ હતો. એ તફાવત હવે રહ્યો નથી, અદાણીએ અંબાણીની સાઈડ કાપી લીધી છે.HS