અદાણીએ પીએનજીના ભાવમાં વધુ એક ભાવ વધારો કરાયો
પાઈપ લાઈન વાળા ઘરેલું ગેસના ભાવમાં વધારો
અમદાવાદ, અમદાવાદ શહેરમાં પાઇપલાઇન મારફત નેચરલ ગેસ (પીએનજી)નો વપરાશ કરતા ગ્રાહકો માટે વધુ એક ભાવ વધારો આવ્યો છે. અમદાવાદમાં સિટી ગેસ વિતરણ કરતી કંપની અદાણી ટોટલ ગેસે ગ્રાહકો ઉપર આંતરરાષ્ટ્રીય ઊંચા ભાવના કારણે તા.૧૬ એપ્રિલથી અમલમાં આવે એ રીતે ભાવ વધાર્યો છે
અદાણી ગેસના ગ્રાહકોને મળેલા કંપની તરફથી એલર્ટમાં આ વૃદ્ધિની જાણ કરવામાં આવી છે. ભાવ વધારાની સાથે કંપનીએ વપરાશના લઘુત્તમ જથ્થામાં પણ ફેરફાર કર્યો હોવાથી આગામી દિવસોમાં પીએનજીનું બિલ ગ્રાહકો માટે એક મોટો બોજ બનશે.
અત્યારસુધી, અદાણી ઓછામાં ઓછાં ૧.૬ મિલિયન બ્રિટિશ થર્મલ યુનિટ (એમએમબીટીયુ) ઉપર અને પછી તેના કરતા વધારે વપરાશ ઉપર બિલિંગ કરતી હતી હવે લઘુત્તમ વપરાશ ઘટાડી ૧.૫ એમએમબીટીયુ કરવામાં આવ્યો છે
લઘુતમ વપરાશ ઉપરનો જુનો ભાવ રૂ.૧૩૯૭ પ્રતિ એમએમબીટીયુ અને તેના કરતાં વધારે હોય તો રૂ.૧૪૨૫ એમએમબીટીયુ ઉપર ગણતરી થતી હતી. આ વખતે લઘુત્તમની મર્યાદા ૧.૬ હતી.
હવે, નવા બિલિંગમાં ભાવ વધતા ૧.૫ એમએમબીટીયુ સુધી રૂ.૧૪૨૫ અને તેના કરતાં વધારે વપરાશ ઉપર રૂ.૧૪૫૩.૨૦ પ્રતિ એમએમબીટીયુ ગણી બિલ બનશે. વૈશ્વિક બજારમાં ગેસના વધી રહેલા ભાવના કારણે માર્ચ ૨૦૨૨ પછી આ પાંચમો વધારો જાહેર કરવામાં આવ્યો છે. આ ચાર મહિનામાં પાંચ વધારાથી નેચરલ ગેસના ભાવ ૧૬ ટકા કે પ્રતિ એમએમબીટીયુ રૂ.૧૯૫.૮૦ પૈસા વધી ગયા છે.SS2KP