Western Times News

Gujarati News

અદાણીના ગ્રાહકોને રાહત ગેસના ભાવમાં ઘડાટા કરાયો

અમદાવાદ:અદાણી ગેસ લિમિટેડ મોટર અને રિક્ષામાં ઉપયોગમાં લેવાતા કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ અને ઘરોના રસોડામાં વપરાતા પાઈપ્ડ નેચરલ ગેસના ભાવમાં ઘટાડો કર્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ સીએનજીમાં કિલોદીઠ ૧.૩૧ અને પીએનજીમાં સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટરદીઠ ૧ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. સીએનજી અને પીએનજીમાં કરાયેલો ભાવઘટાડો આજથી જ અમલમાં આવે તેવી જાહેરાત કરવામાં આવી છે. જેના પરિણામે લાખો વાહનચાલકો અને પીએનજી વપરાશકારોને લાભ થશે. ભાવના આંકડા પર નજર કરીએ તો અમદાવાદ અને વડોદરામાં સીએનજીના ભાવ ૫૩.૧૭ હતા તે ઘટાડીને ૫૧.૮૬ કરવામાં આવ્યા છે. આમ તેમાં કિલોદીઠ ૧.૩૧નો ઘટાડો કરવામાં આવ્યો છે. અમદાવાદ અને વડોદરામાં ૪.૫૦ લાખથી વધુ લોકોના રસોડામાં પીએનજી ગેસના એસસીએમ ભાવ રૂ. ૨૯.૦૯થી ઘટાડીને ૨૮.૦૯ કરવામાં આવ્યા છે. આમ તેમાં ૧ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.

ભાવ ઘટાડાથી લાખો વાહનચાલકો અને ગેસ વપરાશકારોને લાભ થશે. અદાણી ગેસે ગુજરાતની બહાર ઉત્તર પ્રદેશમાં સીએનજીના કિલોદીઠ ભાવમાં ૧.૭૫નો, મહેન્દ્રનગઢમાં કિલોદીઠમાં ૧.૭૦નો, ફરિદાબાદ અને પાલવાલમાં ૧.૬૦નો ઘટાડો કર્યો છે. તેવી જ રીતે પીએનજીમાં ૧.૧૧નો ઘટાડો કરી આપ્યો છે. જણાવી દઈએ કે, અદાણીના પીએનજીના અંદાજે ૪.૫૦ લાખ કન્ઝ્‌યુમર્સ છે. તેની સામે ગુજરાતના જુદા-જુદા વિસ્તારમાં આવેલા ૧૩૪ જેટલા સ્ટેશનના માધ્યમથી સીએનજી ચાલતા લાખો વાહનોને ગેસ પૂરો પાડવાની કામગીરી કરે છે.

મીડિયા રિપોર્ટ મુજબ અમદાવાદ અને વડોદરા ઉપરાંત ખેડા, સુરેન્દ્રનગર, બરવાળા અને નવસારીમાં સીએનજીના કિલોદીઠ ભાવ ૫૨.૭૦થી ઘટાડીને ૫૧.૭૦ કરવામાં આવ્યા છે. પેટ્રોલ અને ડીઝલનો વપરાશ કરનારાઓને તેના ભાવને કારણે વાહન ચલાવવામાં કરવા પડી રહેલા ખર્ચની તુલનાએ ઘટાડેલા ભાવને કારણે તેમને ફરવા પપડતા ખર્ચમાં ૫૦ ટકા સુધીનો ઘટાડો થઈ જશે. જેના પરિણામે પેટ્રોલ અને ડીઝલનો વપરાશ ઘટી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.