અદાણીના ૯૩૦૬૫ કરોડ રૂપિયાનું થયેલું ધોવાણ
નવી દિલ્હી, અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી બે દિવસ પહેલા એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બનવાની નજીક પહોંચી ગયા હતા.તેમના અને રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીની સંપત્તિમાં માત્ર ૦.૬ અબજ ડોલરનો તફાવત રહી ગયો હતો.
જાેકે શેરબજારમાં મચેલી ઉથલ પાથલ વચ્ચે હવે અંબાણી ફરી આ રેસમાં ઘણા આગળ નીકળી ગયા છે.બંનેની સંપત્તિમાં હવે ૧૩ અબજ ડોલરનો તફાવત છે.કારણકે ગૌતમ અદાણીની નેટવર્થમાં શુક્રવારે ૧૨.૪ અબજ ડોલર એટલે કે ૯૩૦૬૫ કરોડ રુપિયાનુ ધોવાણ થયુ છે.
બ્લૂમબર્ગ બિલિયોનર ઈન્ડેક્સ પ્રમાણે અદાણીની નેટવર્થ ૭૮.૧ અબજ ડોલર છે અને દુનિયાના ધનિકોના લિસ્ટમાં તે ૧૩મા ક્રમે છે.આ વર્ષે તેમની સંપત્તિમાં ૪૪.૩ અબજ ડોલરનો વધારો થયો છે. કોરોનાના નવા વેરિએન્ટના ડરે શુક્રવારે શેરબજારમાં ૧૬૮૮ પોઈન્ટનો કડાકો જાેવા મળ્યો હતો.જેના પગલે અદાણીની તમામ ૬ કંપનીઓના શેરના ભાવમાં ઘટાડો થયો હતો.જેની અસર અદાણીની નેટવર્થ પર પણ પડી છે.
જ્યારે મુકેશ અંબાણીની ૯૧.૧ અબજ ડોલર નેટવર્થ છે અને તે દુનિયાના ધનિકોના લિસ્ટમાં ૧૧મા ક્રમે છે.ગુરુવારે રિલાયન્સના શેરમાં ૬.૧૦ ટકાની તેજી જાેવા મળી હતી.જેના પગલે અંબાણીની નેટવર્થ ૯૪.૭૮ અબજ ડોલર પર પહોંચી હતી.જાેકે શુક્રવારે શેરના ભાવમાં ૩.૩૦ ટકાનો ઘટાડો પણ થયો હતો.જેના પગલે તેમની નેટવર્થ ૩.૬૮ અબજ ડોલર ઘટી હતી.SSS