Western Times News

Gujarati News

અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ સામે CBIએ કેસ દાખલ કર્યો

નવી દિલ્હી, CBIએ અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ, એનસીસીએફના તત્કાલીન ચેરમેન વિરેન્દ્રસિંઘ, એનસીસીએફના એમડી જીપી ગુપ્તા, સીનિયર એડવાઇઝર એસસી સિંઘલ અને અન્ય વિરૂદ્ધ ગુનાહિત ષડયંત્ર, છેતરપિંડી અને સરકારી કર્મચારીઓ દ્વારા ગુનાહિત ગેરવર્તન માટે કેસ દાખલ કરવામાં આવ્યો છે. સીબીઆઇએ અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ અને નેશનલ કોઓપરેટિવ કન્ઝૂમર્સ ફેડરેશન ઓફ ઇન્ડિયાના પૂર્વ અધ્યક્ષ અને તેના પૂર્વ મેનેજમેન્ટ ડિરેક્ટર સામે કેસ દાખલ કર્યો છે. સીબીઆઇએ આ કાર્યવાહી આંધ્ર પ્રદેશ પાવર જનરેશન કોર્પોરેશનને આયાતી કોલસાના પુરવઠાના કરારમાં આપવામાં આવેલી અનિયમિતતા મામલે કેસ દાખલ કર્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.